ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

US: માતાએ પુત્રને શોધવા કરી હતી અપીલ, ભારતીય વિદ્યાર્થીનો યુનિવર્સિટીમાંથી મળ્યો મૃતદેહ

  • પરડ્યુ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર અને ડેટા સાયન્સનો વિદ્યાર્થી નીલ આચાર્ય થયો હતો ગુમ

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટી (Purdue University)ના ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી નીલ આચાર્યનો મૃતદેહ યુનિવર્સિટી કેમ્પસમાંથી જ મળી આવ્યો છે. ટિપ્પેકેનો કાઉન્ટી કોરોનર ઓફિસ (Tippecanoe County Coroner’s Office)ના જણાવ્યા અનુસાર, સત્તાવાળાઓને રવિવારે સવારે 11:30 વાગ્યે કોલેજમાંથી એક મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. મૃતક વિદ્યાર્થીની ઓળખ નીલ આચાર્ય તરીકે થઈ છે. પરડ્યુ યુનિવર્સિટીની જ્હોન માર્ટિન્સન ઓનર્સ કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ અને ડેટા સાયન્સનો અભ્યાસ કરી રહેલા નીલ આચાર્યની માતાએ રવિવારે સોશિયલ મીડિયા પર તેમના પુત્રના ગુમ થવાની માહિતી આપી હતી. તેણે પોતાના પુત્રને શોધવા માટે પણ અપીલ કરી હતી.

માતાએ સોશિયલ મીડિયામાં ગુમ થયેલા પુત્રને શોધવાની કરી હતી અપીલ  

માતાએ તેના ગુમ થયેલા પુત્રને શોધવા માટે અપીલ કરી હતી, હવે તે ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ યુનિવર્સિટી કેમ્પસમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ભારતીય વિદ્યાર્થી નીલ આચાર્યની માતાએ પણ રવિવારે X(ટ્વિટર) પર એક પોસ્ટ કરીને તેના ગુમ થયેલા પુત્રને શોધવાની અપીલ કરી હતી. નીલ આચાર્ય પરડ્યુ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.

 

રવિવારે નીલની માતા ગૌરી આચાર્યએ એક પોસ્ટમાં લખ્યું હતું કે “અમારો પુત્ર નીલ આચાર્ય 28 જાન્યુઆરીથી (12:30 AM EST) ગુમ છે. તે અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીમાં ભણે છે. તેને છેલ્લે ઉબરના ડ્રાઈવરે જોયો હતો, જેણે તેને પરડ્યુ યુનિવર્સિટીમાં ઉતાર્યો હતો. અમે તેની શોધ કરી રહ્યા છીએ. જો કોઈ તેના વિશેની જાણકારી ધરાવે છે તો અમને જાણ કરે.”

 

શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “કોન્સ્યુલેટ પરડ્યુ યુનિવર્સિટીના અધિકારીઓ અને નીલના પરિવાર સાથે પણ સંપર્કમાં છે અને તમામ શક્ય સમર્થન અને સહાય પ્રદાન કરીશું.”

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુમાં વધારો

આ અઠવાડિયાની શરૂઆતમાં, યુએસમાં જ્યોર્જિયાના લિથોનિયા શહેરમાં એક બેઘર ડ્રગ વ્યસનીએ 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીના માથા પર લગભગ 50 વખત હથોડી વડે હુમલો કર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ જુઓ: અમેરિકાએ વર્ષ 2023માં ભારતીયોને રેકોર્ડબ્રેક 14 લાખ વિઝા આપ્યા

Back to top button