અમદાવાદઆંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમેરિકાએ ચાલુ વર્ષે 10 લાખ ભારતીયોને વિસા આપ્યા

Text To Speech

મુંબઈઃ ભારતસ્થિત અમેરિકી દૂતાવાસે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 10 લાખ ભારતીય નાગરિકોને અમેરિકાના નોન-ઈમિગ્રન્ટ વિસા આપવાનો લક્ષ્યાંક પૂરો કર્યો છે. અમેરિકી દૂતાવાસે આજે, 28 સપ્ટેમ્બરે આ જાહેરાત કરતા જણાવ્યું કે, અમે એક મિલિયન વિસા આપવાનો લક્ષ્યાંક પૂરો કરી દીધો છે.

ભારત ખાતેના અમેરિકી રાજદૂત એરિક ગેરસેટીએ તેમના સોશિયલ મીડિયા ઉપર દૂતાવાસની અંદર પોતાની સેલ્ફી સાથે સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે, “ભારત સાથેની અમારી ભાગીદારીને અમેરિકા સૌથી અગત્યના દ્વિપક્ષી સંબંધોમાં સ્થાન આપે છે, અને વાસ્તવમાં દુનિયામાં આ સંબંધને (ભારત-અમેરિકા સંબંધને) અમે સૌથી વધુ મહત્ત્વ આપીએ છીએ.”

અમેરિકી દૂતાવાસની વેબસાઇટની માહિતી અનુસાર, 2023માં દસ લાખ નોન-ઈમિગ્રન્ટ વિસા આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જે પૂરો થઈ ગયો છે. 2022ની સરખામણીમાં આ રીતે 20 ટકા વધુ વિસા અરજી પ્રોસસ કરવામાં આવી હોવાનું તેમાં જણાવવામાં આવ્યું છે.

us visa-HDNews
us visa

ગેરસેટીએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ હાલ અગાઉના કોઇપણ સમયગાળા કરતાં અત્યંત મજબૂત છે અને અમે આગામી મહિનાઓમાં વિસાની રેકોર્ડ કામગીરી કરીને શક્ય તેટલા વધુ ભારતીય નાગરિકોને વિસા આપીશું જેથી તેઓ અમેરિકાની મુલાકાત લઇને બંને દેશ વચ્ચેના મજબૂત સંબંધોનો જાત-અનુભવ કરી શકે.

આ પણ વાંચોઃ કેનેડાના નાગરિકોને વિઝા આપવાની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત

Back to top button