ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોનું આવી બનશે, ટ્રમ્પ એવી જગ્યા મોકલી દેશે કે…

Text To Speech

વોશિંગટન, 30 જાન્યુઆરી 2025: અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોનું આવી બનશે, ટ્રમ્પ એવી જગ્યા મોકલી દેશે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. અમેરિકામાં ગેરકાયદે રહેતા નાગરિકોને આતંકવાદીઓની સેલમાં રાખવામાં આવશે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉચ્ચ પ્રાથમિકતાવાળા આપરાધિક એલિયંસને ધરપકડમાં લેવા માટે ગ્વાંતાનામો બેમાં 30,000 વ્યક્તિઓને સમાવી શકે તેવાં કેન્દ્ર સ્થાપિત કરવા માટે એક અધ્યાદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે. જેથી ગેરકાયદે શરણાર્થીઓને અહીં અટકાયતમાં રાખી શકાય. અહીં ઉલ્લેખનીય છે કે, ગ્વાંતાનામો બે ટાપુનો ઉપયોગ સૌથી વધારે આતંકવાદીઓને રાખવા માટે કરવામાં આવે છે. હવે અહીં ગુનાઈત રેકોર્ડ ધરાવતા વિસ્થાપિતોને પણ રાખવામાં આવશે.

ટ્રમ્પે બુધવારે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ થયેલા રક્ષા અને હોમલેન્ડ સુરક્ષા વિભાગોને આ સુવિધા તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે. અધ્યાદેશ અનુસાર, તેમણે કહ્યું કે, ઉચ્ચ પ્રાથમિકતાવાળા આપરાધિક એલિયંસને સમાવવા અને સંબંધિત પ્રવર્તન જરુરિયાતોને સંબોધિત કરવા માટે નૌસેના સ્ટેશન ગ્વાંતાનામો બેમાં પ્રવાસી સંચાલન કેન્દ્રનો વિસ્તાર કરવાનો આદેશ આપ્યો છે. જો કે મોટા ભાગના લોકોને તેના વિશે ખબર પણ નથી.

ટ્રમ્પે કહ્યું- ગ્વાંતાનામો મોકલ્યા બાદ પાછા જઈ શકશે નહીં શરણાર્થીઓ

ટ્રમ્પે વ્હાઈટ હાઉસના એક કાર્યક્રમમાં કહ્યું કે, અમેરિકી લોકો માટે જોખમી બનનારા સૌથી ખતરનાક અપરાધી ગેરકાયદે એલિયંસને અટકાયતમાં રાખવા માટે અમારી પાસે ગ્વાંતાનામોમાં 30,000 બેડ છે. આ શરણાર્થીઓમાંથી અમુક તો એટલા જોખમી છે કે અમે તેમને પકડવા માટે તેમના પોતાના દેશો પર વિશ્વાસ નથી કરતા. કારણ કે અમે નથી ઈચ્છતા કે તેઓ પાછા આવે, એટલા માટે અમે તેમને ગ્વાંતાનામો મોકલી રહ્યા છીએ. તેનાથી અમારી ક્ષમતા તરત ડબલ થઈ જશે. તેમાંથી બહાર નીકળવાનું ખૂબ જ અઘરું છે. તેમણે કહ્યું કે, આજના હસ્તાક્ષર સાથે અમે અમારા સમુદાયોમાં શરણાર્થીઓ દ્વારા થતા અપરાધના સંકટને હંમેશા માટે ખતમ કરવાની દિશામાં એક પગલું આગળ વધ્યા છીએ.

આ પણ વાંચો: લિવ ઈન રિલેશનને લઈ રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ, સરકારે આ કામ કરવું પડશે

Back to top button