ટોપ ન્યૂઝવર્લ્ડ

નેન્સી પેલોસી પહોંચ્યા તાઈવાન, ડ્રેગને અમેરિકાને આપી ધમકી

Text To Speech

તાઈવાનને લઈને દુનિયાની બે મહાસત્તાઓ આમને-સામને આવી ગઈ છે. મળતી માહિતી મુજબ અમેરિકી સેનેટર નેન્સી પેલોસી રાત્રે 8.15 વાગ્યાની આસપાસ તાઈવાનની ધરતી પર પહોંચી ગઈ છે. ચીનની તમામ ધમકીઓ અને પ્રદર્શનો બાદ અમેરિકી સેનેટરને કડક સુરક્ષા આપવામાં આવી છે. આ અંગે ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે અમેરિકા ખતરનાક જુગાર રમી રહ્યું છે. બીજી બાજુ, જાપાન મીડિયાના અહેવાલો અનુસાર, તાઈવાનમાં યુએસ એરફોર્સના 13 વિમાન પેલોસીની સુરક્ષા કરશે. આ સુરક્ષા કાફલામાં આઠ ફાઈટર એરક્રાફ્ટ પણ સામેલ છે. તાઈવાનમાં અમેરિકાના હિત બાદ ચીન ગુસ્સે છે. ચીને અમેરિકાને ગંભીર પરિણામોની ધમકી આપી છે.

US House speaker Nancy Pelosi

જાપાની મીડિયાના અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા 13 યુએસ એરફોર્સના વિમાનો જાપાનના સૈન્ય મથકોથી રવાના થયા હતા. આ પ્લેન અમેરિકી સેનેટર નેન્સી પેલોસીને તાઈવાનની મુલાકાત દરમિયાન સુરક્ષા આપવામાં આવી છે. નેન્સીની તાઈવાનની મુલાકાતને લઈને અમેરિકા અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે આ સમાચાર આવ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આઠ અમેરિકન ફાઇટર જેટ અને પાંચ ટેન્કર જાપાનથી નીકળી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનો તાઈપેઈ માટે પેલોસીના એસ્કોર્ટ છે.

તાઈવાને કહ્યું- અમે પણ તૈયાર છીએ

તાઈવાન સ્થાનિક મીડિયા અનુસાર યુએસ સેનેટર નેન્સી પેલોસી મંગળવારે રાત્રે તાઈવાન પહોંચી ગઈ છે. તાઈવાનમાં તેમની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે તાઈવાનમાં જે હોટલમાં રોકાશે ત્યાં સુરક્ષા પણ કડક કરવામાં આવી છે.

તાઈવાન કાર્ડ રમવાનું બંધ કરે અમેરિકા

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું: “યુનાઈટેડ સ્ટેટ્સે વચનો અને વિશ્વાસ તોડ્યો છે. અમેરિકા ખતરનાક જુગાર રમી રહ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સે તાઈવાન કાર્ડ રમવાનો કોઈપણ પ્રયાસ છોડી દેવો જોઈએ.”

ચીનની ધમકી, અમેરિકાનો વળતો પ્રહાર

ચીન અમેરિકી સેનેટર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત પર હુમલો કરી રહ્યું છે. ચીન આને પોતાના માટે એક પડકાર તરીકે જુએ છે. ચીનના ઘણા વિસ્તારોમાં અમેરિકા વિરુદ્ધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. ચીને અમેરિકાને ગંભીર પરિણામોની ધમકી આપી છે. બીજી તરફ અમેરિકાએ પણ જવાબ આપ્યો છે કે પેલોસીની મુલાકાત તેમનો નિર્ણય છે. તમને જણાવી દઈએ કે તાઈવાનને પેલોસીના પ્રસ્તાવિત એશિયા પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યું ન હતું. તેણે પ્રવાસ દરમિયાન તાઈવાન જવાનું નક્કી કર્યું છે.

Back to top button