ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં સદને કેમ ઉડાવી ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ? જુઓ વીડિયો

Text To Speech

અમેરિકામાં હાઉસ સ્પીકરની ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર એક જ મત મળ્યો હતો. બસ, તેને લઈ સદને ટ્રમ્પની મઝાક ઉડાવી હતી. પ્રતિનિધિ સભાના સભ્યને જ્યારે ખબર પડી કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં 430માંથી માત્ર એક જ મત મળ્યો છે, ત્યારે તે સમયે હસી પડ્યા હતા.

આ મત ફ્લોરિડાના રિપબ્લિકન સાંસદ મૈટ ગેટ્જે આપ્યો હતો. ગેટ્જે મતદાનના 11માં તબક્કામાં ટ્રમ્પને હાઉસ સ્પીકર માટે નોમિનેટ કર્યા હતા.

અમેરિકાના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે હાઉસ સ્પીકરનું પદ ખાલી પડ્યુ છે અને હજુ સુધી 12માં તબક્કાનું મતદાન થયા બાદ પણ કોઇને બહુમત મળ્યો નથી.

કેલિફોર્નિયાના સાંસદ અને રિપબ્લિકન નેતા કૈવિન મૈકાર્થીને લડાઇમાં મજબૂત માનવામાં આવી રહ્યા છે પરંતુ તેમને પણ બહુમત મળ્યો નથી. ગેટ્સ મૈકાર્થીના ટિકાકાર ગણાય છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં હાઉસ સ્પીકર માટે સાંસદ ના હોવા છતા પણ ચૂંટણી લડી શકાય છે.

Back to top button