ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીવર્લ્ડ

રોજગારીની તક વધશેઃ અમેરિકન ફાર્મા ઉત્પાદક મર્ક ભારતમાં વર્કફોર્સ વધારશે

Text To Speech

અમદાવાદ, 27 ફેબ્રુઆરી, 2025: અમેરિકન ફાર્મા ઉત્પાદક મર્ક વર્ષાંતે ભારતમાં પોતની વર્કફોર્સમાં વધારો કરવાનો ઇરાદો સેવી રહી છે. કંપનીના એક સિનીયર એક્ઝિક્યુટીવે જણાવ્યું હતુ કે ચાલુ વર્ષના અંતે અમે વર્કફોર્સમાં 2,700 જેટલા કર્મચારીઓનો ઉમેરો કરવાનું વિચારી રહ્યા છીએ. એટલુ જ નહી આગામી બેથી ત્રણ વર્ષમાં તે સંખ્યા બમણી કરવાનું પણ કંપનીનું આયોજન છે અને ભારતના તેલંગણા રાજ્યમાં યોજાયેલ બાયોએશિયા કે્ફરન્સમાં બોલતા એક્યુક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ દવે વિલીયમ્સે જણાવ્યું હતુ.

મર્કની ભારતની સાઇટ્સ, જે કુલ મળીને લગભગ 1,800 લોકોને રોજગારી આપે છે, તે  ઓન્કોલોજી, ડાયાબિટીસ, રસીઓ અને પશુ આરોગ્ય, તેમજ ટેકનોલોજી સંબંધિત કેન્દ્રો સહિત અનેક ઉપચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુએસ દવા ઉત્પાદકે આ અઠવાડિયે દક્ષિણ ભારતીય શહેર હૈદરાબાદમાં એક નવું ટેકનોલોજી કેન્દ્ર ખોલ્યું છે.

માહિતી અને ડિજિટલ વિભાગના વડા વિલિયમ્સે જણાવ્યું હતું કે કંપની “ડિજિટલ ઇનોવેટર્સ”ને ભાડે રાખવા માંગે છે જેથી વ્યવસાયિક ભાગીદારોને સમજવામાં મદદ કરી શકે કે દર્દીઓને નવી સારવાર મેળવવામાં લાગતા સમયને ઘટાડવામાં ટેકનોલોજી શું ભૂમિકા ભજવી શકે છે તે સમજાવી શકે.

નોંધનીય છે કે 1967માં મર્ક ભારતમાં ઇ. મર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરીકે સામેલ થઇ હતી. એક ફાર્માસ્યુટિકલ કંપની તરીકેની શરૂઆત કરીને 2017માં તેણે ભારતમાં 50 વર્ષ પૂર્ણ કર્યા હતા. તેનો વ્યવસાય આરોગ્યસંભાળ, જીવન વિજ્ઞાન અને ઇલેક્ટ્રોનિક્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીના તમામ ક્ષેત્રોમાં ફેલાયેલો છે.મર્કની સ્થાપના 1668માં જર્મનીના ડાર્મસ્ટેડ ખાતે ફ્રેડરિક જેકબ મર્ક દ્વારા કરવામાં આવી હતી. તે 350 વર્ષથી કાર્યરત છે અને સ્થાપક પરિવાર હજુ પણ બહુમતી માલિકો છે.

આ પણ વાંચોઃ Googleએ યૂઝર્સને નવા ફિચર આપ્યા, ઈન્ટરનેટ પરથી પર્સનલ ડિટેલ હટાવવી સરળ બનશે

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button