એક તરફ વૈશ્વિક બજારમાં અમેરિકાની સ્થિતિ નબળી પડી રહી છે ત્યારે યુરોપિયન સંઘમાં યુરો વધુ નબળો પડી રહ્યો છે. યુરો ડોલર સામે સૌથી નીચા સ્તરે પટકાયો છે. યુરો નબળો પડતાં અમેરિકન ડોલર ખુલતી બજારે આજે 2002 પછીના સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.
છેલ્લા ઘણાં સમયથી ડોલરનું મૂલ્ય યુરો સામે મજબૂત થઈ રહ્યું છે. વિશ્વના છ મુખ્ય ચલણ સામે અમેરિકન ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે 110.23ની સપાટી ઉપર છે જે છેલ્લે 2002 માં અહીં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, હાલમાં ભારત પાંચમા સ્થાને પહોંચ્યું
ડોલરના મૂલ્યમાં વધારો સૂચવે છે કે લોકો જોખમ છોડી સલામતીને પ્રાથમિકતા આપી રહ્યા છે. ગત સપ્તાહે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં આક્રમક વધારો ચાલુ રાખશે એવા ચેરમેન પોવેલના નિવેદન પછી ડોલરમાં તેજી આક્રમક બની છે. આજે ખુલતા બજારે ડોલર સામે યુરો 0.99, પાઉન્ડ 1.14 અને યેન 140.31 ની સપાટી ઉપર છે.