US કંપની AMD એ બેંગ્લોરમાં શરૂ કર્યું સૌથી મોટું વૈશ્વિક ડિઝાઇન સેન્ટર, 3 હજાર નોકરીઓ આપશે
યુએસ ચિપ નિર્માતા AMD એ બેંગલુરુમાં સૌથી મોટું વૈશ્વિક ડિઝાઇન સેન્ટર ખોલીને ભારતમાં તેના સંશોધન, વિકાસ અને એન્જિનિયરિંગ કામગીરીનો વિસ્તાર કર્યો છે. અત્યાધુનિક કેમ્પસ અંદાજે 3,000 AMD એન્જિનિયરોને હોસ્ટ કરશે જે કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
પાંચ વર્ષમાં કંપની 400 મિલિયન ડોલરનું કરશે રોકાણ
આ કેન્દ્રમાં 3D સ્ટેકીંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સહિત સેમિકન્ડક્ટર ટેક્નોલોજીની ડિઝાઇન અને વિકાસ કરવામાં આવશે. AMD અનુસાર, તેના ‘TechnoStar’ કેમ્પસની સ્થાપના ભારતમાં આગામી પાંચ વર્ષમાં કંપનીના USD 400 મિલિયન રોકાણના ભાગ રૂપે કરવામાં આવી છે, જેની જાહેરાત તેણે જુલાઈમાં સેમિકોન ઈન્ડિયા 2023માં કરી હતી.
કેન્દ્રીય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન થયું
કેન્દ્રીય ટેલિકોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, ભારત સેમિકન્ડક્ટર પ્રોગ્રામ સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ટેલેન્ટ ઇકોસિસ્ટમને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુમાં તેમણે કહ્યું, ‘એએમડી બેંગલુરુમાં તેના સૌથી મોટા ડિઝાઈન સેન્ટરની સ્થાપના એ વૈશ્વિક કંપનીઓના ભારતમાં જે વિશ્વાસ ધરાવે છે તેનો પુરાવો છે.