એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

યુએસ બેન્કરપ્સી કોર્ટે બાયજુના રિજુ રવિન્દ્રન અને કેમશાફ્ટ કેપિટલને ફ્રોડ માટે જવાબદાર ઠેરવ્યા

Text To Speech

ન્યુયોર્ક, 1 માર્ચઃ અમેરિકાની બેન્કરપ્સી કોર્ટે થીંક એન્ડ લર્ન પ્રા. લિમીટેડ (બાયજુ), તેના ડિરેક્ટર રિજુ રવિંદ્રન અને હેજ ફંડ કેમશાફ્ટ કેપિટલને એડટેક કંપનીની અમેરિકન પેટાકંપની બાયજુ આલ્ફાના 533 મિલીયન ડોલરને ડાયવર્ટ કરવા અંગેની છેતરપીંડી આચરી હોવાનું ઠરાવ્યુ છે. આ હકુમ બાયજુના રવિન્દ્રનના નેજા હેઠળની એડટેક કંપની માટે મોટા ફટકા સમાન છે.

ડેલાવેર જિલ્લાની યુએસ બેન્કરપ્સી કોર્ટના જજ જોહ્ન ટી ડોર્સીને ધ્યાનમાં આવ્યુ હતુ કે પ્રતિવાદીઓ બાયજુના ધિરાણકર્તાઓને પરત ચૂકવણી માટેના ભંડોળનો જાણીજોઇને દુરુપયોગ કરતા હતા. કોર્ટે બાયજુના આલ્ફા સામે ચૂકાદો આપ્યો છે, જેમા નુકસાનની રકમ હવે પછી નક્કી કરવામાં આવશે.

આ ચુકાદો એ બાબતને પુષ્ટિ આપે છે રિજુ રવિન્દ્રનના નેતૃત્વ હેઠળ બાયજુના આલ્ફાએ 1.5 અબજ ડોલરની લોન મેળવ્યા પછી તરત જ લોન કરારનું ઉલ્લંઘન કર્યું હતું અને પછી શ્રેણીબદ્ધ છેતરપિંડીપૂર્ણ ટ્રાન્સફર દ્વારા ભંડોળને અન્યત્ર ડાયવર્ટ કર્યુ હતું. કોર્ટે એ પણ શોધી કાઢ્યું હતું કે રિજુ રવિન્દ્રને તેમની વિશ્વાસપાત્ર ફરજોનો ભંગ કર્યો હતો અને વ્યવહારો છુપાવવા માટે સક્રિયપણે કામ કર્યું હતું.

આ આદેશમાં બાયજુના સ્થાપક બાયજુ રવિન્દ્રનના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમણે કથિત રીતે એક નાણાકીય સલાહકારને કહ્યું હતું કે પૈસા “એવી જગ્યાએ હતા જ્યાં ધિરાણકર્તાઓ ક્યારેય શોધી શકશે નહીં.”

કોર્ટે બાયજુની પેરેન્ટ કંપનીને ધિરાણકર્તાઓને ગેરમાર્ગે દોરવા અને ટ્રાન્સફરને સરળ બનાવવા માટે જવાબદાર ઠેરવી હતી, સાથે જ એ પણ નક્કી કર્યું હતું કે વિલિયમ મોર્ટન દ્વારા સ્થાપિત હેજ ફંડ, કેમશાફ્ટ કેપિટલ, છેતરપિંડી કરવા માટે ઉપયોગમાં લેવાતી “બનાવટી” એન્ટિટી હતી.

આ પણ વાંચોઃ છ એરબેગ સાથે આવી ગઈ છે સૌથી સસ્તી કારઃ જાણો મારુતિના પટારામાં તમારા માટે બીજું શું શું છે?

Back to top button