ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાએ ફરીવાર યુક્રેનને $150 મિલિયન લશ્કરી સહાય જાહેરાત કરી

Text To Speech

અમેરિકાએ યુક્રેન માટે નવી સૈન્ય સહાયની જાહેરાત કરી છે. યુક્રેનને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં મદદ કરવા માટે 150 મિલિયન યુએસ ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આનાથી યુક્રેનને રશિયા સામે લડવામાં અને સફળ થવામાં મદદ મળશે. આમાં અમેરિકા યુક્રેનને હથિયારો અને સૈન્ય સાધનો આપશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુએસ સરકાર યુક્રેનને એર ડિફેન્સ, આર્ટિલરી, એન્ટી ટેન્ક અને અન્ય ક્ષમતાઓ પ્રદાન કરશે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે અમેરિકા દ્વારા આપવામાં આવતા હથિયારો અને સાધનોના આ નવા પેકેજમાં એર ડિફેન્સ, આર્ટિલરી, એન્ટી ટેન્ક અને અન્ય ક્ષમતાઓ સામેલ હશે. આ પેકેજ યુક્રેનને રશિયન આક્રમણકારો સામે પોતાનો બચાવ કરવામાં મદદ કરશે. તેનાથી યુક્રેનની પોતાની રક્ષા કરવાની ક્ષમતામાં વધારો થશે.

અમેરિકાએ યુદ્ધગ્રસ્ત યુક્રેનને પોતાના સમર્થનનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે US અને તેના સાથી દેશો ત્યાં સુધી યુક્રેનને સમર્થન આપતા રહેશે. અમેરિકાએ કહ્યું કે જ્યાં સુધી રશિયા યુક્રેનમાંથી પોતાની સેના નહીં હટાવે ત્યાં સુધી આ સમર્થન ચાલુ રહેશે.

અમેરિકા તરફથી કહેવામાં આવ્યું કે આ યુદ્ધ રશિયાએ શરૂ કર્યું છે. તે ગમે ત્યારે યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચીને તેનો અંત લાવી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી અમેરિકા અને તેના સહયોગી દેશો યુક્રેનની મદદ કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો: અમેરીકાનું મોટુ નિવેદન, કહ્યું ભારત રશિયા અને યુક્રેન યુધ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી શકે

Back to top button