ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

USનો બે અઠવાડિયામાં બીજી વખત સીરિયામાં ઈરાની સ્થળો પર હવાઈ હુમલો, 9ના મૃત્યુ

  • અમેરિકી ફાઇટર જેટ દ્વારા ફરી એક વાર સીરિયામાં ઈરાની સ્થળો પર હવાઈ હુમલો
  • USએ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ સાથે સંકળાયેલા હથિયારોના વેરહાઉસને બનાવ્યા નિશાન

US ATTACK IN SYRIA : અમેરિકાએ બે F-15 ફાઈટર જેટની મદદથી છેલ્લા બે અઠવાડિયામાં બીજી વખત સીરિયામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ સાથે સંકળાયેલા હથિયારોના વેરહાઉસને નિશાન બનાવ્યા છે. અમેરિકાએ પૂર્વી સીરિયામાં સ્થિત પોતાના સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત ગ્રુપ દ્વારા કરાયેલા હુમલોના જવાબમાં બુધવારે ફરી એક વાર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાન સમર્થિત ગ્રુપના કુલ 9 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.

 

અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આ માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમારા માટે અમેરિકી સૈનિકોની સુરક્ષા કરતાં વધુ મહત્ત્વનું કંઈ પણ નથી. આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું છે કે, અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કરી શકે છે.”

અમેરિકા દ્વારા સિરિયામાં બીજો હવાઈ હુમલો

મળતી માહિતી મુજબ, છેલ્લા બે સપ્તાહમાં બીજી વખત અમેરિકાએ સીરિયામાં હાજર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલા હથિયારોના વેરહાઉસ પર હવાઈ હુમલો કર્યો છે. અમેરિકાએ માહિતી આપી હતી કે, “17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 40 એવા હુમલા કરવામાં આવ્યા છે જેમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાન અને તેના સાથી દેશોને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે તે ઈરાની સમર્થિત સ્થળો પર હુમલો કરી તેનું નિયંત્રણ કરી રહ્યું છે.

 

ઈરાન અને સીરિયામાં અમેરિકન સૈનિકો તૈનાત 

પેન્ટાગોન અનુસાર, 17 અને 18 ઓક્ટોબરે ઈરાન સમર્થિત ગ્રુપ દ્વારા અમેરિકન સૈનિકોના સૈન્ય મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કુલ 45 સૈનિકો ઘાયલ થયા છે. જેમાંથી 32 સૈનિકો દક્ષિણ-પૂર્વ સીરિયામાં અલ-તાન્ફ ગેરિસન ખાતે અને 13 સૈનિકો પશ્ચિમ ઇરાકમાં અલ-અસદ એરબેઝ પર હાજર હતા. ઇસ્લામિક સ્ટેટ ગ્રુપને ફરીથી રોકવા માટે, અમેરિકાએ તેના લગભગ 2,500 સૈનિકો ઈરાનમાં અને 900 સીરિયામાં તૈનાત કર્યા છે.

આ પણ જુઓ :અમેરિકા દર વખતે ઈઝરાયલને જ કેમ સમર્થન આપે છે ?

Back to top button