અમેરિકાનો ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન IRGS વિરુદ્ધ સીરિયામાં હવાઈ હુમલો
- ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાનો પૂર્વ સિરિયામાં હવાઈ હુમલો
- આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કરતી વખતે અમેરિકાનો ભારે બોમ્બમારો
- આતંકવાદીઓ અમેરિકન ટાર્ગેટ પર હુમલો કરી રહ્યા હોવાથી સ્વરક્ષણમાં હુમલો કર્યો : US
હમાસ અને ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે અમેરિકા દ્વારા ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGS) વિરુદ્ધ પૂર્વ સીરિયા પર હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરતી વખતે અમેરિકાએ અહીં ભારે બોમ્બમારો કર્યો છે. આ હુમલાને લઈને અમેરિકી રક્ષા મંત્રાલયે કહ્યું કે, “આતંકવાદીઓ અમેરિકન ટાર્ગેટ પર હુમલો કરી રહ્યા હતા અને અમે સ્વરક્ષણમાં હુમલો કર્યો છે. અમેરિકાના મતે આ આતંકી હુમલા ઈરાનના ઉશ્કેરણી પર થઈ રહ્યા હતા.”
પ્રમુખ જો બાઈડનના આદેશ પર કરવામાં આવી સ્ટ્રાઈક
પેન્ટાગોન દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, “આજે, અમેરિકી સૈન્ય દળોએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને સંલગ્ન જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા પૂર્વી સીરિયામાં બે સ્થળો પર સ્વ-રક્ષણ માટે એર સ્ટ્રાઈક કરી હતી. આ ચોક્કસ એક સ્વ-બચાવ સ્ટ્રાઈક છે અને મોટાભાગે અસફળ હુમલાઓની શ્રેણીનો જવાબી હુમલો છે. ઈરાન સમર્થિત મિલિટીયા ગ્રુપ દ્વારા 17 ઓક્ટોબરથી ઈરાક અને સીરિયામાં યુએસ કર્મચારીઓ પર હુમલો કરી રહ્યા હતા. આ હુમલાઓના પરિણામે, એક યુએસ નાગરિક કોન્ટ્રાક્ટરનું સ્થળ પર નિદાન કરતી વખતે હૃદયરોગની ઘટનાથી મૃત્યુ થયું હતું; 21 યુએસ કર્મચારીઓને નાની ઈજાઓ પહોંચી હતી, પરંતુ તમામ ફરજ પર પાછા ફર્યા છે.”
US Secretary of Defense Lloyd J. Austin III issues statement on US military strikes in Eastern Syria
“Today, US military forces conducted self-defense strikes on two facilities in eastern Syria used by Iran’s Islamic Revolutionary Guard Corps (IRGC) and affiliated groups. These… pic.twitter.com/DukjUOytCO
— ANI (@ANI) October 27, 2023
ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી કરવાના આપ્યા સંકેતો
US મંત્રાલય દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ મુકાબલો ઇચ્છતું નથી અને વધુ દુશ્મનાવટમાં સામેલ થવાનો તેનો કોઇ ઇરાદો કે ઇચ્છા નથી, પરંતુ US દળો સામે આ ઇરાન સમર્થિત હુમલાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તે બંધ થવું જોઇએ. ઈરાન પોતાના હાથ છુપાવવા માંગે છે અને આપણા દળો સામેના આ હુમલાઓમાં તેની ભૂમિકાને નકારવા માંગે છે. અમે તેમને આવું કરવા નહીં દઈએ. જો અમેરિકી દળો સામે ઈરાની પ્રોક્સીઓ દ્વારા હુમલા ચાલુ રહેશે, તો અમે અમારા લોકોની સુરક્ષા માટે વધુ જરૂરી પગલાં લેવામાં અચકાઈશું નહીં.”
USA કહ્યું કે, “આ સ્વ-રક્ષણ હુમલાઓનો હેતુ માત્ર ઇરાક અને સીરિયામાં અમેરિકન કર્મચારીઓની સુરક્ષા કરવાનો હતો. આ હુમલો ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી અલગ છે. ઈઝરાયલ-હમાસ સંઘર્ષ તરફના અમારા અભિગમમાં કોઈ ફેરફાર થયો નથી. અમે તમામ દેશો અને સંગઠનોને વિનંતી કરીએ છીએ કે, વ્યાપક પ્રાદેશિક સંઘર્ષમાં પરિણમી શકે તેવા કોઈ પગલાં ન લેવા.
આ પણ જાણો :અમેરિકાના લેવિસ્ટનમાં અંધાધૂંધ ગોળીબાર : 16ના મૃત્યુ, 50થી વધુ ઘાયલ