વર્લ્ડ

સોમાલિયામાં આતંકી ઠેકાણાઓ પર અમેરિકાની એર સ્ટ્રાઈક, અલ-શબાબના 30 આતંકી ઠાર

Text To Speech

અમેરિકી સેનાએ સોમાલિયાના ગલકાડ શહેર નજીક અમેરિકાની સેનાએ એર સ્ટ્રાઈક કરી છે. આ એર સ્ટ્રાઈકમાં અલ-શબાબના 30 આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. અમેરિકાની સેનાએ શુક્રવારે સોમાલિયાની સેના ભારે લડાઈમાં વ્યસ્ત હતી આ દરમિયાન હુમલો કર્યો હતો.

અલ-શબાબના 30 આતંકી ઠાર

મળતી માહીતી મુજબ અમેરિકાની સેના દ્વારા સોમાલિયાના ગલકાડ શહેર નજીક એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ એર સ્ટ્રાઈકમાં અલ-શબાબના 30 આતંકી માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે. અમેરિકી આર્મીના યુએસ આફ્રિકા કમાન્ડે એક નિવેદન જારી કરીને આ અંગે માહીતી આપી છે.

સોમાલિયા -humdekhengenews

અમેરિકી સૈનિકોએ અલ-શબાબ પર કર્યો હુમલો

આ એરસ્ટ્રાઈક સોમાલિયાની રાજધાની મોગાદિશુથી 260 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં ગલકડ પાસે થયો હતો. આ યુએસ આફ્રિકા કમાન્ડે મૂલ્યાંકન કર્યું હતુ કે આ ઘટનામાં કોઈ પણ નાગરિક ઘાયલ થયો હોય કે મૃત્યું હોય તેવું સામે આવ્યું નથી. અમેકરિકાની સેનાએ સોમાલિયાની નેશનલ આર્મીના સામે સામૂહિક સ્વબચાવનો હુમલો કર્યો હતો. યુએસ સેનાએ સોમાલિયા નેશનલ આર્મી દળોના સમર્થનમાં 100થી વધુ અલ-શબાબનાઓ આતંકીના તીવ્ર આક્રમણના જવાબમાં અને સામૂહિક સ્વબચાવ માટે આ હુમલો કર્યો છે. અલ શબાબ આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલો છે.

સોમાલિયાને અમેરિકાનું સમર્થન

સોમાલિયા સમગ્ર પૂર્વ આફ્રિકામાં સ્થિરતા અને સુરક્ષા માટેનું કેન્દ્ર રહ્યું છે. અમેરિકાની આફ્રિકા કમાન્ડની સેના અલ-કાયદાના સૌથી મોટા અને ઘાતક જૂથ અલ-શબાબને હરાવવાના પ્રયાસો કરી રહ્યું છે.

આ પણ વાંચો : લોકસભાની તૈયારી માટે ગુજરાતથી શરૂ કરશે કોંગ્રેસ હવે ‘હાથ સે હાથ જોડો’ યાત્રા, આ તારીખથી પ્રારંભ

Back to top button