ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિદેશમાં રહેવાના સપના પર પાણી ફરી વળ્યું: અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

Text To Speech

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2025: અમેરિકાનું સૈન્ય વિમાન ભારતીયોને લઈને અમૃતસર પહોંચી ગયું હતું. અમેરિકાની સરકાર અનુસાર આ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યા હતા. આ જ કારણે તેમને પાછા તેમના દેશમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. અમેરિકાથી ભારત પાછા આવેલા લોકોમાં કેટલાય ગુજરાતીઓ પણ છે. આ લોકો ગુરુવાર સવારે અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમેરિકી વાયુસેનાનું વિમાન બુધવારે ભારત પહોંચ્યું હતું. આ દરમ્યાન અમેરિકાથી પાછા આવેલા એક વ્યક્તિએ દાવો કર્યો કે, પ્લેનમાં આ લોકોને હાથકડી અને ઝંઝીરો પહેરાવામાં આવી હતી.

અમેરિકાના વિમાનથી બુધવારે પાછા આવેલા 104 લોકોમાં સામેલ જસપાલ સિંહના નામના વ્યક્તિએ દાવો કર્યો કે, આખી યાત્રા દરમ્યાન તેમને હાથકડી અને પગમાં ઝંઝીરો બાંધી હતી. અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા બાદ તેને હટાવામાં આવી હતી. ગુરદાસપુર જિલ્લાના હરદોરવાલ ગામના રહેવાસી 36 વર્ષિ સિંહે જણાવ્યું કે, 24 જાન્યુઆરીએ અમેરિકામાં એન્ટર થયા બાદ અમેરિકીની બોર્ડર પર તેમની પકડી લેવામાં આવ્યા હતા.

બુધવારે અમૃતસર પહોંચ્યા, હવે અમદાવાદ પહોંચ્યા

વિવિધ રાજ્યોમાંથી 104 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને એક અમેરિકી સૈન્ય વિમાન બુધવારે ભારત પહોંચ્યું. આ પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા તેમને પાછા મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, તેમાંથી 33-33 હરિયાણા અને ગુજરાતમાંથી, 30 પંજાબમાંથી, 3-3 મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ તથા બે ચંડીગઢના છે. તેમણે જણાવ્યું કે, પરત મોકલેલા લોકોમાં 19 મહિલાઓ અને 3 સગીર બાળકો પણ છે.

આ પણ વાંચો: ડંકી રુટની દાસ્તાન: પંજાબથી રખડતા રખડતા 6 મહિને અમેરિકામાં પહોંચ્યા, 30 લાખનો ખર્ચ કર્યો, પહોંચતા જ ત્યાંથી પાછા ભારત મોકલી દીધા

Back to top button