ઉર્વશીનો ‘રિષભ’ પ્રેમ, અકસ્માત થતાં આપ્યો એવો સંદેશ કે સૌ કોઈ કરી રહ્યા છે ચર્ચા
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતની કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. રિષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તે જ સમયે, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઋષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જે પછી તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે. ત્યારે રિષભનો અકસ્માત થતા તેની કથિત ગલફ્રેન્ડ ઉર્વશીની ફરી એક વખત આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે.
આ પણ વાંચો : ક્રિકેટર રિષભ પંતની કારનો અકસ્માત, હોસ્પિટલમાં સારવાર હેઠળ
View this post on Instagram
ઉર્વશીએ રિષભને લઈને શેર કરી તસવીર, રિષભ માટે કરી પ્રાર્થના
ઉર્વશીએ હાલમાં જ એક તસવીર શેર કરી છે, જેમાં તે અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે અને તેને ‘પ્રાર્થના’ તરીકે કેપ્શન આપ્યું છે. લોકોએ તેની સુંદરતા પર ધ્યાન પણ નથી આપ્યું અને ઉલટું લોકોએ તેના કેપ્શન પર ધ્યાન દોર્યુ છે. ઉર્વશી રૌતેલાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. કદાચ તેણીને આશા હતી કે આ ભયાનક અકસ્માત પછી, તે ઋષભ પંતને જલ્દી સ્વસ્થ થવાનો સંદેશ મોકલશે અને તે જ થયું.
ઉર્વશી રૌતેલાને લોકો કરી રહ્યાં છે ટ્રોલ
ઉર્વશી રૌતેલાએ પોસ્ટ કરેલી તસવીર પર ઘણા ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે અને તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે. એક યુઝરે તેને લખ્યું- અરે તમે કયો ફોટો પોસ્ટ કરી રહ્યા છો, ઋષભ ભાઈનો અકસ્માત થયો છે, વેલ જલ્દી રિષભ પંત સાજો થઈ જાય. તો બીજાએ લખ્યું કે તેથી જ તેણે કેપ્શનમાં “પ્રાર્થના” લખ્યું છે. એક યુઝર્સ એટલો ગુસ્સે થયો કે તેણે સીધું જ લખ્યું – તમારા દિલને શાંતિ થઈ ગઈ ? તો એકે લખ્યું, ટેન્શન ન લો, તે ખતરાની બહાર છે અને અમે પણ રિષભ માટે તમારી જેમ જ પ્રાર્થના કરીએ છીએ.
રીષભ પંતના અકસ્માત પછીનો વીડિયો આવ્યો સામે…#RishabhPant #Rishabpant #RishabhPantAccident #Cricket #CricketerRishabhPant #sports #SportsNews #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/8UG1c5UXfA
— Hum Dekhenge News (@humdekhengenews) December 30, 2022
ઉર્વશી સાથે જોડાય રહ્યું છે રિષભનું નામ
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં ઉર્વશી અને રિષભના નામની ચર્ચા ત્યારે થવા લાગી જ્યારે અભિનેત્રીએ કહ્યું કે આરપી તેને દિલ્હીની હોટલના રૂમમાં મળવા આવી હતી અને કલાકો સુધી તેની રાહ જોઈ હતી. જેના જવાબમાં ઋષભ પંતે લખ્યું, ‘દીદીને ફોલો કરવાનું બંધ કરો’. આ પછી જ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ ગયું. ઉર્વશી રૌતેલાએ પણ તેમનું નામ લીધા વિના તેમના માટે ‘છોટુ ભૈયા’ તરીકે પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.