ટ્રોલિંગ પર છલકાયું ઉર્વશી રૌતેલાનું દર્દ: કહ્યું- કોઈ મને સપોર્ટ નથી કરી રહ્યું


અભિનેત્રી ઉર્વશી રૌતેલા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેને છેલ્લાં ઘણાં સમયથી તેની પોસ્ટના કારણે સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પહોંચી છે, અને ઉર્વશી પણ ત્યાં હાજર છે. આ કારણે ઉર્વશીએ કરેલ તમામ રોમેન્ટિક અને કરવા ચોથની પોસ્ટને રિષભ પંત સાથે જોડવામાં આવી રહી છે. આટલું જ નહીં રિષભના ફેન્સ હવે આ અભિનેત્રીને સ્ટોકર પણ કહી રહ્યા છે.
આ પણ વાંચો : ઉર્વશી રૌતેલા ફરી થઈ ટ્રોલ : કરવા ચોથની પાઠવી શુભેચ્છાઓ, યુઝર્સે પૂછ્યું – શું રિષભ પંત માટે કરશો ઉપવાસ?
ઉર્વશીએ પોતાની સરખામણી ઈરાનની મહેસા અમીની સાથે કરી
આવી સ્થિતિમાં હવે પોતાના પર થઈ રહેલા ટ્રોલિંગ પર ઉર્વશીની પ્રતિક્રિયા સામે આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું – કે કોઈ તેની કાળજી લેતું નથી અને કોઈ તેને ટેકો આપી રહ્યું નથી. અભિનેત્રીએ પોતાની સરખામણી ઈરાની એ મહિલા સાથે કરી છે, જેની હત્યા બાદ ઈરાનની મહિલાઓ હિજાબનાં વિરોધ પર ઉતરી આવી છે.
View this post on Instagram
ઉર્વશીએ એક દુઃખદ પોસ્ટ શેર કરી છે
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં ઉર્વશીએ કેપ્શન લખ્યું- ‘પહેલા ઈરાનમાં મહસા અમીની અને હવે ભારતમાં મારી સાથે આવું થઈ રહ્યું છે. મને સ્ટોકર કહેવામાં આવી રહી છે. કોઈને મારી પરવા નથી, કે કોઈ મને સપોર્ટ કરતું નથી. એક મજબૂત સ્ત્રી એ છે કે જે ઊંડાણથી પ્રેમને અનુભવે છે અને પ્રેમ કરે છે. તેના હાસ્યની જેમ તેના આંસુ પણ ખૂબ છલકાય છે. તે સૌમ્ય અને શક્તિશાળી બંને છે, સ્ત્રી વિશ્વને ભેટ છે.’
શું છે સમગ્ર મામલો?
ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર કેટલીક દર્દભરી શાયરીઓ પોસ્ટ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્વશી અને રિષભ પંત રિલેશનશિપમાં હતા, પરંતુ હવે રિષભ જીવનમાં આગળ વધી ગયો છે, પરંતુ ઉર્વશી હજુ પણ તેને ઇચ્છે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે ઉર્વશી તેમને ફોલો કરી રહી છે, જેના કારણે ઉર્વશીની આ તમામ પોસ્ટ રિષભ સાથે જોડાઈ રહી છે.
ઉર્વશીએ પાઠવી કરવા ચોથની શુભકામનાઓ
ગઈકાલે પણ ઉર્વશીએ તેનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે સફેદ ફુલ સ્લીવ્ઝ હાઈ નેક સાથે શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળે છે. આ ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘ચંદ્રનો પ્રકાશ તમારા જીવનને સુખ, શાંતિ અને સંવાદિતાથી ભરી દે. હેપ્પી કરવા ચોથ.. ઈન એડવાન્સ.