ભારતીય ટીમનો વિકેટ કીપર ઋષભ પંત આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને લઈને ચર્ચામાં છે. ઉર્વશીના નિવેદન બાદ બંને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બોલિવૂડ અભિનેત્રીએ ‘મિસ્ટર આરપી’ વિશે એક કિસ્સો સંભળાવ્યો હતો. જેના પછી પંતની ઇન્સ્ટા સ્ટોરી કહેતા એક સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં લખ્યું હતું ‘મને છોડો બહેન, જુઠની એક હદ હોય.
Chotu bhaiyaa should play bat ball ????. Main koyi munni nahi hoon badnam hone with young kiddo darling tere liyee
#Rakshabandhan Mubarak ho #RPChotuBhaiyya #Cougarhunter #donttakeadvantageofasilentgirl #love #UrvashiRautela #UR1 pic.twitter.com/AA3APRFViY— URVASHI RAUTELA???????? (@UrvashiRautela) August 11, 2022
ઉર્વશીએ ઋષભ પંતને આપ્યો જવાબ
હવે આ વિવાદને આગળ વધારતા ઉર્વશી રૌતેલાએ ટ્વીટ કરીને તેનો જવાબ આપ્યો છે. આ ટ્વીટમાં ઉર્વશીએ ઋષભ પંતને છોટુ ભૈયા કહ્યા છે અને પંતને ક્રિકેટ રમવાની સલાહ પણ આપી છે.ઉર્વશીએ તેના લેટેસ્ટ ટ્વીટમાં લખ્યું, ‘છોટુ ભૈયાએ બેટ બોલ રમવું જોઈએ. હું મુન્ની નથી. જો બદનામ થઇ જાઉં તારા માટે.
હું મુન્ની નથી જો તારા માટે બદનામ થાઉં: ઉર્વશી
તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે આરપી વિશે એક કિસ્સો જણાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘હું વારાણસીમાં શૂટિંગ કરીને દિલ્હી આવી હતી જ્યાં મારો શો થવાનો હતો. મેં આખો દિવસ શૂટિંગ કર્યું હતું. આરપી મને મળવા આવ્યા હતા અને તેઓ લોબીમાં મારી રાહ જોઈ રહ્યા હતા. 10 કલાકના શૂટિંગ પછી જ્યારે હું પાછી આવી ત્યારે હું થાકી ગઈ હતી અને સૂઈ ગઈ હતી. મને ઘણી વાર ફોન આવ્યો પણ મને ખબર ન પડી. જ્યારે હું જાગી ત્યારે મેં 16-17 મિસ્ડ કોલ જોયા. પછી મને બહુ ખરાબ લાગ્યું. ત્યારે મેં તેને કહ્યું કે તમે મુંબઈ આવો ત્યારે મળીશું.
ઋષભ પંતની ઇન્સ્ટા સ્ટોરી થઇ હતી વાયરલ
આ પછી પંતની ઇન્સ્ટા સ્ટોરી કહીને સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં લખ્યું હતું કે તે હાસ્યની વાત છે કે કેટલાક લોકો ઇન્ટરવ્યુમાં જૂઠું બોલે છે જેથી તે લોકપ્રિયતા મેળવી શકે અને હેડલાઇનમાં આવે. તે કેટલું ખરાબ છે કે કેટલાક લોકો લોકપ્રિયતાના ભૂખ્યા છે. ભગવાન તેમને ખુશ રાખે. બહેન મારો પીછો છોડો, જૂઠની પણ હદ હોય છે.’ સમાચાર મુજબ ઋષભ પંતે આ ઇન્સ્ટા સ્ટોરી થોડી જ વારમાં ડિલીટ કરી દીધી હતી. પરંતુ પંતે આવી કોઈ સ્ટોરી પોસ્ટ કરી હતી કે નહીં, તેની કોઈ પુષ્ટિ થઈ નથી