ટ્રેન્ડિંગમનોરંજનવિશેષવીડિયો સ્ટોરી

વીડિયો/ હોસ્પિટલમાં દાખલ થઈ Urvashi Rautela? હાથ પર લોહી અને ફેસ પર ઓક્સિજન માસ્ક

Text To Speech

મુંબઈ – 21 ઑગસ્ટ : બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ફરી એકવાર ચર્ચામાં આવી છે. બાથરૂમનો વીડિયો વાયરલ થયા બાદ હવે ઉર્વશીનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેણે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. હવે ઉર્વશીનો આ વીડિયો જોયા બાદ તેના ચાહકોની ચિંતા વધી શકે છે કારણ કે તે સ્વસ્થ નથી દેખાઈ રહી. હવે લાગે છે કે તેની હાલત ખરાબ છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. ઉર્વશીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

ઉર્વશી રૌતેલા હોસ્પિટલ પહોંચી
ઉર્વશીનો જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે હોસ્પિટલનો છે. અભિનેત્રીએ પોતે આ વીડિયો તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે. આ સાથે ઉર્વશી રૌતેલાએ તેના ચાહકોને ખાસ વિનંતી કરી છે. અભિનેત્રીએ હવે ચાહકોને તેના માટે પ્રાર્થના કરવા કહ્યું છે. અભિનેત્રીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા માટે પ્રાર્થના કરો.’ વીડિયો વિશે વાત કરીએ તો તેની શરૂઆત તેના હાથથી થઈ હતી. ઉર્વશી રૌતેલાએ બતાવ્યું છે કે તેની આંગળીઓમાંથી લોહી નીકળે છે.

ઉર્વશી રૌતેલાનું એડમિટ થવાનું કારણ?
આ પછી, અભિનેત્રી હોસ્પિટલના એક આલીશાન રૂમમાં બારી પાસેની સીટ પર કંઈક વાંચતી જોવા મળે છે અને તેના મોં પર માસ્ક લગાવેલું હોય છે જે એક મોટા મશીન સાથે જોડાયેલ છે. ઉર્વશી રૌતેલાએ ગાઉન પહેર્યું છે અને તે આરામથી બેસીને કંઈક વાંચતી જોવા મળી રહી છે. જો કે, અભિનેત્રીને શું થયું છે અને તેને શા માટે દાખલ કરવામાં આવી છે? તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ ઉર્વશી રૌતેલાનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઉર્વશી ટ્રોલ થઈ
હવે જો આપણે ઉર્વશીના વીડિયોના કમેન્ટ સેક્શન પર એક નજર કરીએ તો તેના માટે પ્રાર્થના કે તેની ચિંતા કરવાને બદલે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક ટ્રોલરે કટાક્ષ કરતા કહ્યું, ‘આટલી ઈજા સહન કર્યા પછી તમે કેવી રીતે હોશમાં છો?’ તમે ખૂબ હિંમતવાન છો.’ એક યૂઝરે લખ્યું, ‘આંગળીમાં નાનો કાપો થયા બાદ હોસ્પિટલમાં દાખલ થનાર પ્રથમ મહિલા.

આ પણ વાંચો : કંગના રાણાવતે મમતા બેનર્જીની મદદ માંગી, જાણો એવું શું બન્યું?

Back to top button