મનોરંજન

ઉર્વશી રૌતેલા ફરી થઈ ટ્રોલ : કરવા ચોથની પાઠવી શુભેચ્છાઓ, યુઝર્સે પૂછ્યું – શું રિષભ પંત માટે કરશો ઉપવાસ?

Text To Speech

ઉર્વશી રૌતેલા આજે ફરીથી ટ્રોલ થઈ રહી છે. તાજેતરમાં જ ભારતીય ટીમ આગામી વિશ્વ કપ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી, તેમાં ટીમનાં વિકેટકીપર બેટર રિષભ પંત પણ ઓસ્ટ્રેલિયા પહોંચ્યાં હતાં, ત્યારે પણ ઉર્વશી રૌતેલા તેની પાછળ ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. આજે ઉર્વશીએ કરવા ચોથની શુભેચ્છા પાઠવીને ટ્રોલિંગને આમંત્રણ આપ્યું છે અને યૂઝર્સ તેનો કોમેન્ટ સેક્શનમાં મજા લઈ રહ્યા છે. તેઓ ઉર્વશીને રિષભનાં નામ પર ચીડવી રહ્યા છે. આ ઉપરાંત એક યુઝરે ઉર્વશીને રિષભ પંતને ક્રિકેટ પર ફોકસ કરવા દેવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : સાત સમંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ : રિષભ પંતની પાછળ ઓસ્ટ્રેલિયા પહોંચી આ બોલિવૂડ અભિનેત્રી

બોલિવૂડ બ્યુટી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં તેના ગ્લેમરસ લુકને કારણે નહીં પરંતુ તેની ક્રિપ્ટિક પોસ્ટ્સને કારણે ચર્ચામાં છે. તેનું નામ ક્રિકેટર ઋષભ પંતનું નામ પણ તેની સાથે જોડાઈ જાય છે. ઉર્વશીએ તાજેતરની પોસ્ટમાં ચાહકોને કરવા ચોથની અગાઉથી શુભેચ્છા પાઠવી છે. અહીં પણ યુઝર્સે રિષભ પંતને લઈને એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

 

ઉર્વશીએ પાઠવી કરવા ચોથની શુભેચ્છાઓ

ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટા પર સફેદ ટોપ, લાલ સ્કર્ટ અને મેચિંગ લાલ હેરબેન્ડમાં સ્પષ્ટ પોઝ આપતા અદભૂત ફોટા શેર કર્યા છે. તેના કેપ્શનમાં ઉર્વશીએ લખ્યું- હું આશા રાખું છું કે ચંદ્રનો પ્રકાશ તમારું જીવન સુખ, શાંતિ, આનંદ અને સંવાદિતાથી ભરી દે. કરવા ચોથની અગાઉથી શુભેચ્છાઓ… પરંતુ એવું લાગે છે કે ઉર્વશી રૌતેલાએ કરવા ચોથની શુભકામનાઓ આપીને ટ્રોલિંગને આમંત્રણ આપ્યું છે. યૂઝર્સ કોમેન્ટ સેક્શનમાં મજા કરી રહ્યા છે.

ઉર્વશી પંતના નામે ફરી થઈ ટ્રોલ

યુઝર્સ એવો પણ દાવો કરી રહ્યા છે કે ઉર્વશીએ આ કરવા ચોથ રિષભ પંત માટે પોસ્ટ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે – શું તમે રિષભ પંત માટે કરવા ચોથનું વ્રત રાખશો આ ઉપરાંત એક યુઝરે ઉર્વશીને રિષભ પંતને ક્રિકેટ પર ફોકસ કરવા દેવાની અપીલ કરી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે ઉર્વશી ક્રિકેટર ઋષભ પંત માટે કરવા ચોથનું વ્રત રાખશે. ઘણા યુઝર્સ ઉર્વશી અને રિષભ પંતના લગ્નની વાત પણ કરી રહ્યા છે. ઉર્વશીની પોસ્ટ પરની મોટાભાગની કોમેન્ટ રિષભ સાથે સંબંધિત છે. લાગે છે કે ઉર્વશીને હવે આવી કોમેન્ટ્સની આદત પડી ગઈ હશે.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

ઉર્વશી રૌતેલાની દુઃખદ શાયરીઓ

આ દિવસોમાં ઉર્વશી રૌતેલા ઈન્સ્ટા પર દર્દભરી શાયરીઓ લખી રહી છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં છે અને સંયોગથી  ઉર્વશી પણ ઓસ્ટ્રેલિયામાં છે. તેથી જ ઉર્વશી અને રિષભની ​​વાત લોકોમાં પ્રકાશમાં આવી હતી. ઉર્વશીએ પોતાની એક પોસ્ટમાં સાડીમાં ફોટો શેર કર્યો છે. જેમાં, તેનાં કપાળ પર બિંદી, સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરીને ઉર્વશીએ લખ્યું હતું – પ્રેમમાં પડેલી પ્રેમિકાને સિંદૂરથી વધુ પ્રિય કંઈ નથી!!

ઉર્વશીના ક્યારેક પ્રેમ અને ક્યારેક દર્દનાક શાયરીઓને યુઝર્સને રિષભ પંત સાથે જોડવામાં લાંબો સમય નથી લાગતો.

Back to top button