બિકીનીમાં ઉર્વશી ધોળકિયાનો દિલકશ અંદાજ, 43 વર્ષની ઉંમરે પણ લોકોને કર્યા મંત્રમુગ્ધ
કોમલિકાના નામથી ઘરે ઘરે જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા બે બાળકોની માતા છે. 43 વર્ષીય ઉર્વશીને જોઈને ખ્યાલ ના આવે કે તેની આટલી ઉંમર છે. હાલમાં જ ઉર્વશીએ સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં ઉર્વશીનો દિલકશ અંદાજ જોવા મળ્યો હતો.
ઉર્વશી ધોળકિયા પૂલમાં બિકીનીમાં જોવા મળી હતી. ઉર્વશીને બિકીનીમાં જોઈને ચાહકોએ ફાયર ઇમોજી કમેન્ટ બોક્સમાં શૅર કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે પાણીમાં આગ લગાવી દીધી.
ઉર્વશી હાલમાં એકતા કપૂરની સિરિયલ ‘નાગિન 6’માં જોવા મળે છે. આ સિરિયલમાં તે ઉર્વશી કટારિયાનો રોલ પ્લે કરી રહી છે.
17 વર્ષની ઉંમરે માતા બની
ઉર્વશી સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. ઉર્વશીએ 16 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા અને 17ની ઉંમરે જોડિયાં બાળકો સાગર તથા ક્ષિતિજને જન્મ આપ્યો હતો. જોકે, ઉર્વશીના લગ્ન લાંબા ચાલ્યા નહોતા. તેણે સિંગલ મધર બનીને બંને દીકરાઓને મોટા કર્યા હતા.
શિલ્પાથી કોમલિકા સુધીની સફર
ઉર્વશીએ માત્ર છ વર્ષની ઉંમરમાં લક્સ સાબુની જાહેરાતથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ઉર્વશી પહેલી વાર ટીવી શો ‘દેખ ભાઈ દેખ’માં શિલ્પાના રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ તેણે અલગ-અલગ સિરિયલમાં કામ કર્યું હતું. જોકે, તેને ખરી ઓળખ એકતા કપૂરની ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાનો રોલથી મળી હતી. ઉર્વશી રિયાલિટી ડાન્સ શો ‘નચ બલિયે 9’માં ટીવી એક્ટર અનુજ સચદેવા સાથે જોવા મળી હતી. ઉર્વશી ‘બિગ બોસ’ની છઠ્ઠી સિઝનની વિનર પણ રહી ચૂકી છે.