આરામ કરી રહેલા શ્રમિકને ઉઠાડવા તેના ઉપર પેશાબ કર્યો, મધ્યપ્રદેશ જેવી ઘટનાનું UPમાં પુનરાવર્તન
- લખનઉમાં આરોપીએ એક શ્રમિકના મોઢા પર કર્યો પેશાબ
- પેશાબનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
- પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી
લખનઉ, 03 જૂન: મધ્યપ્રદેશની જેમ લખનઉમાં પણ એક વ્યક્તિના મોઢા પર પેશાબ કરવાનો સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ દલિત યુવકના મોઢા પર પેશાબ કર્યો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર પીડિત મજૂરીનું કામ કરે છે અને કામ કર્યા પછી તે સૂઈ રહ્યો હતો. આરોપ છે કે તેને જગાડવા માટે આરોપી સંજય મૌર્યએ પીડિત રાજકુમાર રાવત પર પેશાબ કર્યો હતો. જો કે, આ સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, જે બાદ પોલીસ કાર્યવાહી કરવાનો દાવો કરી રહી છે.
મળતી માહિતી મુજબ પીડિત રાજકુમાર રાવત તેના પરિવાર સાથે દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદિયા ખેડા પાસે રહે છે અને નજીકમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દિવસ દરમિયાન કાંકરી ઉપાડવાનું કામ કરે છે. ઘટનાના દિવસે પીડિત બપોરે જમ્યા બાદ આરામ કરી રહ્યો હતો, ત્યારે આરોપી સંજય મૌર્યએ તેને જગાડવા માટે તેના મોઢા પર પેશાબ કર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો અને ત્યાર પછી તેણે તે વીડિયો અન્ય લોકોને પણ ફોરવર્ડ કર્યો હતો.
UP : लखनऊ में सो रहे मजदूर के मुंह पर पेशाब करने वाला संजय मौर्य गिरफ्तार हुआ। #Exitpoll#Sensex pic.twitter.com/oT7W9TFw5M
— Vandit Moun (@VanditMoun) June 3, 2024
આ પછી પીડિતના પરિવારે પોલીસને આ સમગ્ર મામલાની જાણકારી આપી હતી. પોલીસે આ અંગે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી (વેસ્ટ ઝોન) દુર્ગેશ કુમારના જણાવ્યા અનુસાર આ મામલાની માહિતી મળી છે અને તેના વીડિયોના આધારે પીડિતના પરિવારે ફરિયાદ નોંધાવી છે.
મામલાની તપાસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે: પોલીસ
પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલાની તપાસ કરશે અને ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરશે. પીડિતનો પરિવાર મજૂરી કામ કરે છે અને દુબગ્ગા વિસ્તારમાં રહે છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં મધ્યપ્રદેશના સિધીમાં આવી જ એક ઘટનાનો વીડિયો પ્રકાશમાં આવ્યો હતો. આરોપી પ્રવેશ શુક્લાએ આદિવાસી વ્યક્તિ દશમત રાવત પર પેશાબ કર્યો હતો. રાવતે બાદમાં કહ્યું કે આ ઘટના તેમની સાથે 2020માં બની હતી.
આ પણ વાંચો: તમિલનાડુની એન્જિનિયરિંગ કોલેજના 42 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ