ટોપ ન્યૂઝનેશનલ

ઉરીમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, જુઓ આતંકીઓનો ચોંકાવનારો વીડિયો

Text To Speech

ભારતીય સેના દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં પાકિસ્તાનની નાપાક યોજનાઓ દર્શાવવામાં આવી છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આતંકવાદીઓ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે ગુરુવારે સુરક્ષાદળોએ આતંકીઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે આ પહેલા મંગળવારે પણ સેનાએ પાલનવાલા વિસ્તારમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

સેનાના જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા

ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની આતંકવાદીઓ 25 ઓગસ્ટે ઉરી સેક્ટરથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગુપ્તચર માહિતી મળ્યા બાદ ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ ગેજેટ્સ દ્વારા આતંકીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. સેનાના સતર્ક જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. અહેવાલ છે કે કમલકોટ વિસ્તારમાં મદિયન નાનક પોસ્ટ પાસે આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આતંકવાદીઓ પાસેથી બે એકે રાઈફલ મળી આવી 

અધિકારીઓએ જણાવ્યું કે સ્થળ પર હાજર ભારતીય સેનાના જવાનોએ સતર્ક રહીને આતંકીઓને ઠાર કર્યા. જનસંપર્ક અધિકારી કર્નલ આમરોન મૌસાવીએ જણાવ્યું કે આતંકવાદીઓ જાડી ઝાડીઓ, પાંદડા અને ધુમ્મસભર્યા વાતાવરણની મદદથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે તપાસ દરમિયાન ત્રણ આતંકવાદીઓના મૃતદેહ, બે એકે રાઈફલ, એક ચાઈનીઝ એમ-16 મળી આવી છે. કર્નલ મૌસાવીએ કહ્યું કે, 25 ઓગસ્ટે એલઓસીના ભારતીય ભાગોમાં આગળની લાઈનો પર સવારે 8.45 વાગ્યે આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. જેના કારણે ભારે ગોળીબાર થયો હતો. જેમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Back to top button