ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં 25 જૂન સુધીમાં પેન્ડિંગ ઈ-મેમો ભરી દેવા તાકીદ નહીંતર, 26મીએ થશે કેસ

Text To Speech

રાજકોટ શહેરમાં અનેક વાહનચાલકોનાં નામે ચડત ઈ-મેમો બોલી રહ્યા છે. ત્યારે આવા બાકીદારો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. અને ઉઘરાણીની રકમ વસૂલવા માટે કોર્ટનું શરણું લેવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત આજે ટ્રાફિક પોલીસ દ્વારા એક નોટિસ જાહેર કરી ઈ-મેમો બાકી હોય તેવા વાહન ચાલકોને તા.25 જૂન સુધીમાં ઈમેમો ભરી દેવા સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી છે કે, જો તેઓ ઈમેમોની ભરપાઈ નહીં કરે તો તેની સામે લોક અદાલતમાં કેસ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે.

લોક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવશે

આ અંગે ટ્રાફિક SP વી.આર.મલ્હોત્રાએ જણાવ્યું કે, તા.26ને રવિવારે જિલ્લા કાનૂની સત્તામંડળ, રાજકોટના સહયોગથી ટ્રાફિક નિયમોના ભંગ અંગે રાજકોટ શહેરમાં CCTV દ્વારા ઘણા વાહનચાલકને ટ્રાફિક નિયમોના ભંગ અંગે ઈ-ચલણ આપવામાં આવ્યા હતા. આમ છતાં તેમના દ્વારા ઈ-ચલણની ભરપાઈ કરવામાં આવી રહી નહીં હોવાથી ઈ-ચલણ પેન્ડીંગ અંગે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જે વાહનચાલકોના ઈ-મેમો પેન્ડીંગ હોય તેઓ તા.25ને શનિવાર સુધીમાં મેમોની ભરપાઈ કરી દે નહીંતર તેમની સામે 26મીએ મળનારી લોક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવશે.

અગાઉ યુવા લોયર્સ દ્વારા ઈ-મેમોનો કરવામાં આવ્યો હતો વિરોધ

રાજકોટ શહેરમાં રસ્તા ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકોને ઈ-મેમો મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે અગાઉ આ ઈ-મેમોનો શહેરના યુવા લોયર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ કેમેરા ગુનાઓનો ભેદ ઉકેલાય તેવા સારા હેતુથી લગાવવામાં આવ્યા હોવાનું જણાવી ઈ-મેમો આપી તેનો હેતુ બદલી નાંખવામાં આવ્યો હોવાનો આરોપ મુકી ઈ-મેમો મોકલવાની કાર્યવાહી સામે કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ પોલીસને પછડાટ પણ મળી હતી. ત્યારે ફરી એકવાર ઈ-મેમોની મોકાણ શરૂ થઈ રહી છે. તેના કારણે આવનારા દિવસોમાં ભારે હોબાળો થઈ શકે તેમ છે.

Back to top button