દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પર પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે કથિત અપમાનજનક નિવેદનો આપવા બદલ ગુજરાત યુનિવર્સિટીએ કેસ નોંધાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગેના વિવાદ સાથે સંકળાયેલા આ કેસમાં આ કેસમાં દિલ્હી સીએમ અને આપના સંસદ તરફથી કેસની તત્કાલ સુનાવણી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આ કેસમાં આજે હાઇકોર્ટમાં તાત્કાલ સુનાવણીની થઈ શકે છે.
કેજરીવાલ અને સંજયસિંહ સામેના બદનક્ષી કેસમા આજે સુનાવણી
અગાઉ આ કેસમાં પાઠવવામાં આવેલુ સમન્સ રદ્દ કરવા માટે અરવિંદ કેજરીવાલે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.સેશન્સ કોર્ટમાંથી કેજરીવાલ અને સંજયસિંહને કોઇ રાહત મળી નથી. અરજીમાં મેટ્રોપોલિટન કોર્ટે જાહેર કરાયેલા સમન્સ પર વચગાળાના હુકમ પર રોક લગાવવાની માંગ કરી હતી, કાર્યવાહી પર વચગાળાના સ્ટે માટેની અરજી કેજરીવાલ અને સિંઘ દ્વારા સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ અમદાવાદ સમક્ષ દાખલ કરવામાં આવેલી તેમની રિવિઝન અરજીમાં દાખલ કરવામાં આવી હતી , જેમાં અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના 15 એપ્રિલ, 2023ના રોજ તેમને સમન્સ પાઠવવાના આદેશને પડકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કેમ સાધારણ તાવ બાદ પણ થઈ રહ્યાં છે બાળકોના મોત? ચોમાસું રોગચાળા વચ્ચે વધ્યો મૃત્યુઆંક
જાણો શું છે સમગ્ર મામલો
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અમદાવાદમાં ફોજદારી માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે. આ ફરિયાદ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમણે કેજરીવાલ પર બદનક્ષીનો આરોપ મૂક્યો હતો , ફરિયાદી પટેલના જણાવ્યા મુજબ, કેજરીવાલે 1 એપ્રિલના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી ભર્યા નિવેદનો કર્યા હતા અને સિંહે 2 એપ્રિલે બીજી પ્રેસ કોન્ફરન્સમાં પણ તેવા જ ઉચ્ચારણો કર્યા હતા. તે નિવેદનોના આધારે તેમના પર બદનક્ષીનો આરોપ મૂક્યો છે. ફરિયાદ મુજબ, આ નિવેદન મીડિયા સમક્ષ આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ટ્વિટર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું,તે જાણતા હોવા છતાં કે આવા નિવેદનો બદનક્ષીભર્યા હશે.
આ પણ વાંચો : યુનિવર્સીટી બાદ રિવરફ્રન્ટ પાસેથી મળ્યા ગાંજાના છોડ,અધિકારીએ કહ્યું- “પક્ષીઓની ચરક પડતા આવી વનસ્પતિ(ગાંજો)ઉગી નીકળે”