ઉદિત નારાયણના કિસ વિવાદ પર ઉર્ફીએ કહ્યું, પાપા હી બડા નામ કરેંગે!


- ઉદિત નારાયણના કિસ વિવાદ પર દરેક વ્યક્તિએ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી, હવે ઉર્ફી જાવેદે આપેલા રિએક્શને લોકોને હસવા મજબૂર કર્યા છે
HD ન્યુઝ ડેસ્કઃ ઉદિત નારાયણ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના કિસ વીડિયોને કારણે સમાચારમાં છે. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ તેમની ફીમેલ ફેનને કિસ કરતા જોવા મળ્યા હતા અને એક ફીમેલ ફેનને તો તેમણે લિપ કિસ પણ કરી હતી. તે વીડિયો પર ઘણા ગાયકોએ ઉદિતનો બચાવ કર્યો છે, પરંતુ ઉર્ફી જાવેદની પ્રતિક્રિયા સાંભળીને તમે પણ હસવાનું રોકી શકશો નહીં.
તેમની ઉંમર જ એવી છે!
જ્યારે ઉર્ફીને ઉદિતના વાયરલ કિસ વીડિયો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે, તે 69 વર્ષનો છે, તેની ઉંમર પણ એવી જ છે. તમે તેમને કેવી રીતે દોષ આપી શકો છો? પાપા કહતે હે… પાપા હી બડા નામ કરેંગે!
વીડિયોમાં શું થયું હતું?
ગયા અઠવાડિયે જ ઉદિતનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક લાઈવ ઈવેન્ટમાં પરફોમન્સ આપી રહ્યો હતો, ત્યારે એક પછી એક ફીમેલ ફેન આવીને તેને કિસ કરે છે. તે પણ સામે ફેનને કિસ કરે છે, લાસ્ટમાં તો તે એક ફીમેલ ફેનને લિપ કિસ આપે છે. આ વીડિયો જોયા પછી લોકો ઉદિત પર ખૂબ ગુસ્સે થયા હતા.
View this post on Instagram
ઉદિતે શું કહ્યું હતું?
આ વિશે વાત કરતા ઉદિતે કહ્યું હતું, ‘ચાહકો ખૂબ જ પેશનેટ હોય છે. પણ અમે તેમના જેવા નથી. અમે ખૂબ જ સારા લોકો છીએ. કેટલાક લોકો આ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પણ તેને મોટો મુદ્દો કેમ બનાવવો જોઈએ? ચાહકોને લાગે છે કે તેમને અમને મળવાની તક મળી રહી છે, તેથી ક્યારેક તેઓ હાથ મિલાવે છે, કેટલાક તો અમારા હાથ પર કિસ કરે છે. આ તેમના ડિવોશનનો એક ભાગ છે. તેના પર વધારે ધ્યાન ન આપવું જોઈએ.
આ પણ વાંચોઃ અભિનેત્રી ઇશિકા તનેજા સનાતની શિષ્યા બની, લીધી ગુરુ દીક્ષા