મનોરંજન

ઉર્ફીએ લગાવી ગ્લેમરની આગઃ આ વખતે પહેર્યો 20 કિલોનો ડ્રેસ

Text To Speech

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ અવાર-નવાર પોતાના નતનવા લુક, ડ્રેસિંગને લઈ ચર્ચામાં રહે છે. દર વખતની જેમ આ વખતે પણ ઉર્ફીએ કપડા પહેરવામાં કર્યો છે નવો અખતરો. આ વખતે ઉર્ફીએ એવો ડ્રેસ પહેરીને પાર્ટીમાં આવી કે, લોકો બોલ્યા આવો પણ ડ્રેસ વળી હોતો હશે કાંઈ !

ઉર્ફી જાવેદ જે કરે છે તે અલગ રીતે કરે છે. પોતાના કપડાને લઈને હંમેશા ચર્ચામાં રહેતી ઉર્ફીએ આ વખતે 20 કિલોનો ડ્રેસ પહેર્યો હતો. 20 કિલોના આઉટફિટમાં તે એકદમ હોટ એન્ડ ગ્લેમરસ લાગી રહી હતી. ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ છે. તેની ઉજવણી કરવા માટે ઉર્ફીએ એક પાર્ટી આપી હતી અને તે જ પાર્ટીમાં તેણે આટલો વજનવાળો ડ્રેસ પહેર્યો હતો

ઉર્ફીએ આ આઉટફિટ સાથે કાચના ટુકડાથી બનેલો એક પીસ પહેર્યો હતો, જેનો તેણે શ્રગ તરીકે ઉપયોગ કર્યો હતો. આ પાર્ટી એક ક્લબમાં થઈ હતી અને તેમાં ઘણી હસ્તીઓ આવી હતી. જેમાં રાખી સાવંત, અક્ષિત સુખીજા, પ્રિયંક શર્મા અને ઉર્ફીના મેનેજર સંજીત અસગાંવકર પણ હતા. સામેલ થયા હતા અને ઉર્ફીએ દરેક સાથે ખૂબ પોઝ આપ્યા હતા. બિગ બોસ ઓટીટી પ્લેટફોર્મ પર આવ્યા બાદ ઉર્ફી જાવેદ રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. ઉર્ફીના ડ્રેસ વિશે ઘણી ચર્ચા થાય છે અને તેની દરેક સ્ટાઈલ જોરદાર વાયરલ થાય છે. લોકો ઉર્ફીને ટ્રોલ પણ કરે છે. અભદ્ર ટિપ્પણીઓ પણ કરે છે. ઉર્ફી ક્યારેક તેનો જવાબ આપે છે. કોઈપણ રીતે, શું પહેરવું અને શું ન પહેરવું એ તો તેની પસંદગી છે, પરંતુ, ઉર્ફી જે પહેરે તેમાં તે ગ્લેમરસ લાગે છે. અને આ જ વાતના કારણે ઉર્ફીને સોશિયલ મીડિયા સેન્સેશન કહેવામાં આવે છે.

Back to top button