ઉર્ફી જાવેદના આઉટફીટ ફરી વાયરલ, ફાટેલું જીન્સ જોઈ લોકો ચોંકી ગયા


વિચિત્ર કપડાંના કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહેનાર ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના નવા લુકમાં જોવા મળી. રીસન્ટલી ઉર્ફી જાવેદને એરપોર્ટ પર લવંડર ક્રોપ ટોપ સાથે સફેદ જીન્સ પહેરેલી જોવા મળી. જો કે ઉર્ફી જાવેદનો આ આઉટફિટ ખૂબ જ કેઝ્યુઅલ છે, પરંતુ કહેવું પડશે કે ઉર્ફી સાદા કપડામાં પણ કેવી રીતે ગ્લેમરસ દેખાવું તે સારી રીતે જાણે છે.

ઉર્ફી જાવેદના આ કપડાં જોઈને લાગે છે કે હજુ ઉર્ફી પરથી વેલેન્ટાઈનનો હેંગઓવર શમ્યો નથી. ઉર્ફી જાવેદના જીન્સને એવી સ્ટાઈલમાં ડિઝાઈન કરવામાં આવી છે કે તે હાર્ટ શેપ બનાવતી જોવા મળે છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ ઉર્ફી જાવેદે ફરી મચાવી ધમાલ, આ વખતે પહેર્યા અતરંગી કપડા
ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ ઉચ્ચ પોનીટેલ સાથે મિનિમલ મેકઅપ અને કાનમાં હૂપ્સ સાથે મેળ ખાતી ખૂબ જ અદભૂત છે.

આ કપડાંમાં ફિટ રહેવા માટે ઉર્ફી જાવેદ પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. અભિનેત્રી નિયમિત વર્કઆઉટ કરીને પોતાનું ફિગર જાળવી રાખે છે. ઉર્ફીનો આ નવો લૂક ફરી એકવાર હેડલાઈન્સમાં આવ્યો છે. તેની ફાટેલી જીન્સ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.