ગુજરાત

ગુજરાત: અર્બન બેન્કોએ કેન્દ્રીય નાણાવિભાગમાં કરી આ માગણી

Text To Speech

કેન્દ્રીય નાણામંત્રાલયમાં અલગ સહકારી વિભાગ ખોલવાની અર્બન બેન્કોની માગ છે. તથા RBIમાં પણ અલાયદા ડેપ્યુટી ગવર્નર નીમવાની માગણી કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં સહકારી બેન્કો સામેલ નથી. તથા કેન્દ્રીય બજેટ પૂર્વે ગુજરાતની અર્બન બેન્કોએ નાણામંત્રીને વિસ્તૃત આવેદન સોંપ્યું છે.

આ પણ વાંચો:  અમદાવાદમાં બે વર્ષ બાદ આજે T-20 યોજાશે, સ્ટેડિયમમાં બપોરથી મળશે પ્રવેશ 

અર્બન બેન્કોને તેમના પ્રશ્નો હલ કરવામાં મુશ્કેલી નડી

ગુજરાતની અર્બન બેન્કોએ કેન્દ્રીય નાણાવિભાગમાં અલગ સહકારી વિભાગ ખોલવાની તથા રિઝર્વ બેન્કમાં સહકારી બેન્કોની બાબતો સંભાળવા અલગ ડેપ્યુટી ગવર્નરની નિમણૂક કરવાની માગણી કરી છે. અર્બન બેન્કોના ફેડરેશને કેન્દ્રીય બજેટ પૂર્વે નાણામંત્રી નિર્મલા સીતારામનને સોંપેલા વિસ્તૃત આવેદનમાં આ રજૂઆત કરી છે. કેન્દ્રીય નાણાવિભાગમાં અલગ સહકારી વિભાગ ના હોઈ તથા ભારતીય રિઝર્વ બેન્કમાં પણ સહકારી બાબતો સાંભળતા ડેપ્યુટી ગવર્નરની પોસ્ટ ના હોઈ અર્બન બેન્કોને તેમના પ્રશ્નો હલ કરવામાં મુશ્કેલી નડી રહી છે, પરિણામે આ માગ કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: હોસ્પિટલ બહાર જ પ્રસૂતિ થતા વિવાદ, જાણો કેવા પડ્યા પડઘા

સહકારી બેન્કોને સામેલ કરવાની માગ કરાઈ

વર્ષ 2006-07થી આવકવેરાના કાયદામાંથી કલમ 80 પી (2) દૂર કરી કલમ 80 (પી) (4) અને કલમ 80 (સી) (21) દાખલ કરવામાં આવતા અર્બન બેન્કોની આવકો ટેક્સેબલ થઈ ગઈ છે, અત્યારે અર્બન બેન્કોની આવકો ઉપર 22 ટકા જેટલો ટેક્સ છે. અર્બન બેન્કો આ ટેક્સનું ભારણ દૂર થાય તે માટે કલમ 80 (પી) (2) ફરીથી લાગુ કરવાની માગણી કરી રહી છે. તદુપરાંત આવકવેરાની કલમ 269 એસએસ અને કલમ 269 ટી હેઠળ સહકારી બેન્કોમાં રૂ. 20 હજારથી વધુ રકમના લેવડદેવડના વ્યવહારો રોકડેથી નહીં પણ ચેકથી કરવાનો નિયમ છે, એ પણ અર્બન બેન્કો દૂર થાય તેમ ઇચ્છી રહી છે. અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં સહકારી બેન્કો સામેલ નથી, તેથી આ બંને યોજનામાં પણ સહકારી બેન્કોને સામેલ કરવાની માગ કરાઈ છે.

Back to top button