ગુજરાત

અમદાવાદમાં અર્બન-20 સમિટ, જાણો ડેલિગેટ્સ માટે શું છે તૈયારીઓ!

Text To Speech

અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરીના રોજ શેરપા ઇન્સ્પેક્શન બેઠક યોજાશે. જેના બાદ જુલાઈ માં મેયર્સ સમિટ યોજાશે, જેમાં જી-20 દેશોના વિવિધ શહેરના મેયર ભાગ લેશે. શેરપા બેઠકમાં ભાગ લેનાર દેશ-વિદેશના ડેલિગેટ 8 ફેબ્રુઆરીએ અમદાવાદમાં આવશે અને સિંધુભવન રોડ ખાતે આવેલી તાજ સ્કાયલાઇન હોટેલમાં રોકાણ કરશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીને પહેલીવાર ઠંડી લાગી, કાશ્મીરમાં ટી-શર્ટ સાથે પરંપરાગત ‘ફિરન’ પહેર્યું
sherpa - Humdekhengenewsઅમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થતાં જ ડેલિગેટ્સ નું સ્વાગત ગુજરાતની પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત ડેલિગેટ્સ સાબરમતી આશ્રમ, અટલ બ્રિજ, અડાલજની વાવ, કાંકરિયા લેક અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત કરશે. કાંકરિયા લેક ખાતે અર્બન-20 ના મહેમાનો માટે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : રામચરિતમાનસની કોપી સળગાવવા બદલ 5 આરોપીઓની ધરપકડ
sherpa - Humdekhengenews

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ફેબ્રુઆરીના રોજ તેમના સંબોધન સાથે આ બેઠકનો પ્રારંભ કરાવશે. ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય આવાસ મંત્રી હરદીપસિંહ પૂરી પણ આ બેઠકમાં ભાગ લેશે. ક્લાઇમેટ-40 અને યુનાઈટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્સ સાથે મળીને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા અર્બન-20 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Back to top button