અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
સાબરમતીની જળ સપાટીમાં વધારો, વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા
રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદીઓ, તળાવો, જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.
ઉપરવાસમાં પડેલા વરસાદથી અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તો વરસાદના કારણે પણ પાણીનું સ્તર વધ્યું છે. સાબરમતી નદીમાં સંત સરોવરના 20261 ક્યુસેક પાણીની આવક થઈ છે.સાબરમતી નદીમાં નર્મદા મેન કેનાલમાંથી 6174 ક્યુસેક પાણીની આવક થઈ છે.નદીમાંથી 22662 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. હાલ નદીનું લેવલ 128 ફૂટ થયું છે.
વાસણા બેરેજના 15 ગેટ ખોલાયા
- બેરેજના 14 અને 15 નંબર ગેટ 2.5 ફૂટ ખોલ્યા
- બેરેજના 16 થી 24 નંબરના ગેટ 4 ફૂટ ખોલાયા
- બેરેજના 26 અને 27 નંબર ના ગેટ 6 ફૂટ ખોલાયા
- બેરેજના 29 અને 30 નંબર ગેટ 5 ફુટ ખોલાયા