ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UPSCની પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી: ઉમેદવારી રદ્દ કરવાની નોટિસ મોકલી

  • પુણેમાં ટ્રેઇની IAS રહેલી પૂજા ખેડકરની મુસીબતો દિન-પ્રતિદિન વધી રહી છે 

નવી દિલ્હી, 19 જુલાઇ: પુણેમાં ટ્રેઇની IAS રહેલી પૂજા ખેડકરની મુસીબતો વધુ વધી ગઈ છે. UPSCએ પૂજા ખેડકર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ પૂજા ખેડકરની ઉમેદવારી રદ્દ કરવા અંગે નોટિસ જારી કરી છે. આ ઉપરાંત કમિશને તેમની સામે FIR પણ નોંધી છે. UPSCનું કહેવું છે કે, પૂજા ખેડકરે નકલી ઓળખનો ઉપયોગ કરીને પરીક્ષા આપી હતી. પરીક્ષામાં બેસવા માટે તેણે પોતાની અસલી ઓળખ છુપાવી હતી અને નકલી ઓળખ સાથે પરીક્ષા આપી હતી. કમિશને પૂજાને ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવાથી રોકવા માટે કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે.

 

કમિશને પૂજાને કારણ બતાવો નોટિસ જારી કરીને પૂછ્યું છે કે, શા માટે તેણીની ઉમેદવારી રદ્દ ન કરવી જોઈએ અને શા માટે તેણીને ભવિષ્યની પરીક્ષાઓમાં ભાગ લેતા અટકાવવામાં ન આવે.

  • પૂજા ખેડકર પર માતા-પિતાનું ખોટું નામ, ફોટો અને ખોટી સહીનો ઉપયોગ કરવાનો આરોપ.
  • નવી ઓળખને કારણે મર્યાદા કરતાં વધુ વખત બાર પરીક્ષામાં બેસવાની તક મળી.

પૂજા ખેડકર છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલી

તાજેતરમાં પૂજા ખેડકરની તાલીમ પણ વિવાદોને કારણે રદ્દ કરવામાં આવી હતી.  પૂજાની પસંદગી ક્વોટા હેઠળ થઈ હતી. જે બાદ સવાલો ઉઠવા લાગ્યા કે શું માનસિક રીતે બીમાર ઉમેદવાર ક્વોટા હેઠળ IAS બની શકે છે. પુણેના જિલ્લા મેજિસ્ટ્રેટ દુહાસ દીવાસે રાજ્યના મુખ્ય સચિવને ફરિયાદ નોંધાવ્યા બાદ મામલાએ વધુ વેગ પકડ્યો હતો. પૂજા તેના કઠોર વલણના કારણે પહેલાથી જ ચર્ચામાં હતી, બાદમાં તેના પર IASની નોકરી મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ લાગવા લાગ્યો.

પૂજા ખેડકર પર શું છે આરોપ?

  1. અંગત વાહન પર મહારાષ્ટ્ર સરકાર લખાવડાવ્યું
  2. અંગત વાહન પર લાલ લાઈટ લગાવી.
  3. UPSCમાં નકલી જાતિ પ્રમાણપત્ર આપ્યું.
  4. બનાવટી વિકલાંગ પ્રમાણપત્ર આપ્યું.
  5. નિયમોનું ઉલ્લંઘન કરીને ઘરની બહાર ગેરકાયદે બાંધકામ.
  6. ઉંમરના લઈને છેતરપિંડીનો આરોપ.
  7. તાલીમાર્થી હોવા છતાં અંગત કેબીનની માંગણી.
  8. વરિષ્ઠ અધિકારીની કેબિન કબજે કરી.
  9. માતાએ પિસ્તોલ બતાવીને ખેડૂતોને ધમકાવવાનો આરોપ.
  10. અલગ-અલગ હોસ્પિટલમાં અલગ-અલગ સરનામાં આપવાનો આરોપ.

પૂજા ખેડકરે મેડિકલ કરાવવાનો પણ ઇનકાર કર્યો હતો

આરોપ છે કે, પૂજા ખેડકરે નકલી વિકલાંગતા પ્રમાણપત્રની સાથે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવા માટે અન્ય પછાત વર્ગના નકલી પ્રમાણપત્રનો પણ ઉપયોગ કર્યો હતો. એવા પણ ચર્ચા છે કે, પૂજા વારંવાર તેના મેડિકલ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરી રહી છે. આ મામલો પૂજા અને તેમના માતા મનોરમા સાથે પણ જોડાયેલો છે. પૂજાના માતા મનોરમા અને પિતા પ્રવીણ ખેડકર પર ખેડૂતોને જમીન માટે ધમકાવવાનો આરોપ છે. પોલીસે ગુરુવારે તેમના માતા મનોરમાની ધરપકડ કરી હતી.

પૂજાના માતા મનોરમા ખેડકર બદલાયેલા નામથી રાયગઢના મહાડમાં એક લોજમાં રોકાઈ હતી. કેબ ડ્રાઈવર પણ તેની સાથે લોજ રૂમમાં હતો. મનોરમાએ ડ્રાઈવરને પોતાનો દીકરો કહ્યો હતો.

OBC ક્વોટાનો ખોટી રીતે લાભ લેવાનો આરોપ

ચૂંટણી એફિડેવિટમાં પૂજા ખેડકરના પિતાની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ પૂજાના એ દાવા ખોટા સાબિત થયાં કે જેમાં તેણે OBC ક્વોટાનો લાભ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક રૂપિયા 8 લાખથી ઓછી હોવાનું જાહેર કર્યું હતું. સર્ટિફિકેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, પૂજા ખેડકર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. આ ઉપરાંત તેના અભદ્ર વર્તનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત,રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, તે જે ઓડીમાં ડ્રાઇવિંગ કરતી હતી તેમાં લાલ, વાદળી લાઇટ હતી અને તેના પર રાજ્ય સરકારનું પ્રતીક લગાવેલું હતું. ખાનગી વાહનના ઉપયોગને લઈને સિનિયર ઓફિસર સાથે તેમનો વિવાદ પણ થયો હતો.

આ પણ જૂઓ: માઇક્રોસોફ્ટ ક્રેશ થતાં બ્રિટન સૌથી વધુ પ્રભાવિતઃ બેંકો, વિમાન સેવા, ટીવી બધું ઠપ

Back to top button