ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

UPSCમાં ગુજરાતી યુવાનોનો દબદબો: 34 યુવાનો IAS-IPS બનશે

અમદાવાદ, 07 માર્ચ 2026: UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં ગુજરાતી યુવાનોએ ઈતિહાસ રચી દીધો છે. આ વર્ષે કુલ 34 ગુજરાતી ઉમેદવારો સફળ થયા છે, જે હવે IAS અને IPS બની દેશની સેવા કરશે.

આ સફળતામાં પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના યુવાનોનો પણ દબદબો જોવા મળ્યો છે. પરંપરાગત વ્યવસાયો છોડીને હવે ગુજરાતના ગ્રામિણ અને શહેરી યુવાનો વહીવટી સેવાઓ તરફ વળ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE)ના પરિણામો જાહેર કર્યા છે. આ સાથે અંતિમ મેરિટ યાદી પણ જાહેર કરવામાં આવી છે.

UPSC દ્વારા તા. 23 મે 2025ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ તા. 11 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ 14,161 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની ફાઈનલમાં થશે પૈસાનો વરસાદ, જીતનારી ટીમને મળશે આટલા રુપિયા

Back to top button