ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

યુટ્યુબર કામિયા જાનીના જગન્નાથ મંદિરના વીડિયો પર હોબાળો

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: લોકપ્રિય યુટ્યુબર કામિયા જાનીના પુરીના જગન્નાથ મંદિરમાં પ્રવેશને લઈને વિવાદ ઊભો થયો છે. પુરીના જગન્નાથ મંદિરના ઈતિહાસ અને મહાપ્રસાદના મહિમા વિશે કામિયા જાનીએ વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે. જેમાં તેણે બીજેડી નેતા વીકે પાંડિયન સાથે વાત કરી હતી. કામિયા જાની પર કથિત રીતે બીફ ખાવાનો આરોપ છે. આ ઉપરાંત, કામિયાના મંદિર પ્રવેશને લઈ જગન્નાથ સુરક્ષા અભિયાન સમિતિએ વાંધો ઉઠાવ્યો છે.

જગન્નાથ સુરક્ષા અભિયાન સમિતિ વિરોધ પ્રદર્શન કર્યું

BJD નેતા વીકે પાંડિયન અને કામિયા જાની વિરુદ્ધ જગન્નાથ સુરક્ષા અભિયાન સમિતિએ પ્રદર્શન કર્યું. શનિવારે જગન્નાથ સુરક્ષા અભિયાન સમિતિના સભ્યોએ હાથમાં પ્લેકાર્ડ અને પોસ્ટરો લઈને રસ્તા પર વિરોધ કર્યો હતો.

BJP મહાસચિવે ધરપકડની માંગ કરી

જગન્નાથ સુરક્ષા અભિયાન સમિતિએ આરોપ લગાવ્યો કે, વીકે પાંડિયને બીફ ખાનાર કામિયા જાનીને જગન્નાથ મંદિરમાં કેવી રીતે પ્રવેશવા દીધી? બીજી તરફ ભાજપે કામિયા જાની પર કલમ 295 હેઠળ પોલીસ ફરિયાદ કરી તેની ધરપકડની માંગ કરી છે. ઓડિશા બીજેપીના મહાસચિવ જતિન મોહંતીએ આરોપ લગાવ્યો કે કામિયાએ પુરી મંદિરની અંદર વીડિયો કેમેરા લીધો હતો, જે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

બીફ વિવાદ પર કામિયાએ આપ્યું રિએક્શન

 

View this post on Instagram

 

A post shared by Kamiya Jani (@kamiya_jani)

જગન્નાથ મંદિરના દર્શન કર્યા બાદ શરૂ થયેલા વિવાદ પર યુટ્યુબર કામિયા જાનીએ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે મેં ક્યારેય બીફ ખાધું નથી. આ કહેવું તદ્દન ખોટું છે કે હું બીફ ખાવાનું સમર્થન કરું છું. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કરીને તમામ આરોપો નકારી કાઢ્યા છે. કામિયાએ એમ પણ કહ્યું કે જગન્નાથ મંદિરની મુલાકાત લેવાનો મારો હેતુ માત્ર ભગવાનના આશીર્વાદ મેળવવાનો હતો અને લોકોને આ મંદિરની વિશેષ માહિતીથી વાકેફ કરવાનો હતો. હું હિન્દુ ધર્મની અનુયાયી છું અને આજ સુધી ક્યારેય બીફ ખાધું નથી. અને મેં લોકોને ક્યારેય બીફ ખાવા માટે પ્રોત્સાહિત કર્યા નથી.

નોંધનીય છે કે જાનીનો વીડિયો જગન્નાથની સંસ્કૃતિને ઉજાગર કરે છે અને બીજેડી નેતા બનેલા વીકે પાંડિયનને ‘મહાપ્રસાદ’ના મહત્ત્વ, ચાલી રહેલા હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ અને મંદિરના વિકાસ સાથે સંબંધિત અન્ય પાસાઓ જણાવતા પણ નજરે પડે છે. ગુરુવારે ભાજપે કથિત રીતે ‘બીફ’ ખાવાનો પ્રચાર કરનાર જાનીને પુરીના 12મી સદીના મંદિરમાં જવાની મંજૂરી કેવી રીતે અપાઈ, જ્યાં બિન-હિંદુઓના પ્રવેશ પર સખત પ્રતિબંધ છે તે અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: રાજકારણમાં કંગનાની એન્ટ્રી કન્ફર્મ? ભાજપમાંથી લડશે ચૂંટણી

Back to top button