બિહાર વિધાનસભામાં ઘમાસાણ: તેજસ્વી યાદવના રાજીનામાની માંગને લઈને ઉછળી ખુરશીઓ


પટનાઃ બિહાર વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. તેજસ્વી યાદવ પર ચાર્જશીટ કેસને લઈને મંગળવારે સત્ર દરમિયાન બીજેપી નેતાઓએ હંગામો મચાવ્યો હતો. બિહાર વિધાનસભામાં સવારે જ હંગામો થયો હતો. ભાજપના ધારાસભ્યો ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
ભાજપના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની અંદરના ટેબલ અને ખુરશીની તોડફોડ કરવામાં આવી હતી. ભારે હોબાળાને કારણે વિધાનસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ભાજપના નેતાઓના હંગામા પર સ્પીકરે ચેતવણી આપી હતી
બે વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ પરંતુ ભાજપના ધારાસભ્યોએ હંગામો ચાલુ રાખ્યો. તેઓ તેજસ્વીના રાજીનામાની માંગણી કરતા રહ્યા હતા. સ્પીકર અવધ બિહારી ચૌધરીએ પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો નિયમો-કાયદાઓનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે સ્પીકર અમારી વાત સાંભળી રહ્યા નથી.
ભાજપના ધારાસભ્યોએ વેલમાં આવીને હંગામો મચાવ્યો હતો. રિપોર્ટર ટેબલ ખુબ જ થપથપાવ્યું હતું. આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ લેન્ડ ફોર જોબ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં તેજસ્વીનું નામ આરોપી તરીકે સામેલ છે.
આ પણ વાંચો-ઉદ્ધવ ઠાકરેના ‘કલંક’ના નિવેદન પર ફડણવીસનો પ્રહાર, કહ્યું- ‘તેમને મનોચિકિત્સકની જરૂર’