રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો…ઓસ્ટ્રેલિયન મીડિયા ભડકી, જાણો શું છે સમગ્ર મામલો
- ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ ભારતીય ટીમના મીડિયા મેનેજર સાથે ગેરવર્તન કર્યું
મેલબોર્ન, 21 ડિસેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જે ભારતે 295 રને જીતી હતી. ત્યારબાદ એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આ પછી ગાબા ટેસ્ટ ડ્રો રહી. 5 મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે. ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમે 21 ડિસેમ્બરે MCG ખાતે તેનું પ્રથમ પ્રેક્ટિસ સેશન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ (PC) દરમિયાન જાડેજાએ હિન્દીમાં જ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સના અંતે, ઓસ્ટ્રેલિયન પત્રકારો જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માંગતા હતા, પરંતુ જાડેજા તેમ કહીને PC છોડી દીધી કે તેને બસ પકડવાની છે.
💬💬 R Ashwin played with me like an on-field mentor#TeamIndia all-rounder Ravindra Jadeja reminisces about his partnership with R Ashwin. 👌👌#ThankyouAshwin | #AUSvIND | @imjadeja pic.twitter.com/3QGQFYztmB
— BCCI (@BCCI) December 21, 2024
સમગ્ર મામલો શું છે?
સમયના અભાવે કેટલાક ભારતીય પત્રકારો પણ પ્રશ્નો પૂછી શક્યા ન હતા. જો કે, ઓસ્ટ્રેલિયન પત્રકારો રવિન્દ્ર જાડેજાથી એકદમ નારાજ દેખાઈ રહ્યા હતા. ભારતીય ટીમના મીડિયા મેનેજર મૌલિન પારીખે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ PC માત્ર ભારતીય મીડિયા માટે છે, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા આ વાત પચાવી શક્યું નહીં.
ઓસ્ટ્રેલિયાના કેટલાક પત્રકારો ભારતીય ટીમના મીડિયા મેનેજર મૌલિન પારીખ પર ભડકી ગયા હતા. ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ ભારતીય ટીમના મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક પણ કરી હતી જે અયોગ્ય હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ઘણા ભારતીય પત્રકારોને સમયના અભાવે પ્રશ્નો પૂછવાનો મોકો મળતો નથી, પરંતુ ભારતીય પત્રકારોએ ક્યારેય દલીલ કરી નથી કે ગેરવર્તન કર્યું નથી.
Ravindra Jadeja refused to answer in English during the press conference today, on which the Australia media has become rude. After the controversy with Virat Kohli, now Australian media is showing its true colours.🤡 #INDvsAUS pic.twitter.com/ApcdNYJL92
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 21, 2024
કોહલીની મહિલા પત્રકાર સાથે દલીલ થઈ હતી
ઓસ્ટ્રેલિયન મીડિયાને તેમની ટીમના 12th મેન(12મા ખેલાડી) તરીકે ઓળખાય છે. ખાસ કરીને જ્યારે તેઓ ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરે છે, જેણે ઘરઆંગણે છેલ્લી બે ટેસ્ટ સિરીઝમાં યજમાન ટીમને હરાવી છે. 2008માં ‘મંકીગેટ’ હોય કે પછી સૌથી તાજેતરની ઘટના જેમાં વિરાટ કોહલી સામેલ હતો.
મહત્ત્વપૂર્ણ છે કે, મેલબોર્ન પહોંચ્યા બાદ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન મહિલા ટીવી પત્રકાર સાથે દલીલ કરી હતી. તે કથિત રીતે તેના પરિવાર તરફ કેમેરા ફેરવવાથી ગુસ્સે થયો હતો. વિરાટ કોહલીએ મહિલા પત્રકારને વિનંતી કરી કે, તેણી તેની તસવીરો ચલાવે પરંતુ તેના પરિવારની તસવીરો ડિલીટ કરી દે. પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી. આ બાબતે કોહલીએ આ મહિલા પત્રકાર સાથે દલીલ પણ કરી હતી. ઓસ્ટ્રેલિયન કાયદા અનુસાર, કોઈપણ સાર્વજનિક સ્થળે કોઈપણ સેલિબ્રિટીના વીડિયો કે ફોટોગ્રાફ લેવા પર કોઈ પ્રતિબંધ નથી, સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે અને તે દિવસેને દિવસે વધુ મુશ્કેલ થઈ રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ચોથી ટેસ્ટમાં શું વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે…
છેલ્લી બે ટેસ્ટ માટે ટીમના ખેલાડી
ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ ઈંગલિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન , નાથન લિયોન, મિશેલ માર્શ, ઝાય રિચાર્ડસન, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.
ભારતીય ક્રિકેટ ટીમની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ.રાહુલ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
ભારત vs ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ h2h
કુલ ટેસ્ટ શ્રેણી: 28
ભારત જીત્યું: 11
ઓસ્ટ્રેલિયા જીત્યું: 12
ડ્રો: 5
ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટેસ્ટ સિરીઝનો રેકોર્ડ
કુલ ટેસ્ટ શ્રેણી: 13
ભારત જીત્યું: 2
ઓસ્ટ્રેલિયા જીત્યું: 8
ડ્રો: 3
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
- 22-25 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ (ભારત 295 રનથી જીત્યું)
- 6-8 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત)
- 14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન (ડ્રો)
- 26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
- 03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની
આ પણ જૂઓ: ‘લેડી ઝહીર ખાન’ 12 વર્ષની છોકરીની બોલિંગથી સચિન તેંડુલકર પ્રભાવિત, જૂઓ વીડિયો