ટોપ ન્યૂઝવર્લ્ડ

ચીનમાં રાજકીય ડ્રામા, શી જિનપિંગની સામે જ પૂર્વ રાષ્ટ્રપતિને બેઠકમાંથી જબરદસ્તી બહાર કાઢ્યા

Text To Speech

શી જિનપિંગના ચીનમાં બધુ બરાબર નથી. ચીનના રાષ્ટ્રપતિ હુ જિન્તાહુને પાર્ટી કોંગ્રેસમાંથી બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ચીનના પીએમ લીને કેન્દ્રીય સમિતિમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની 20મી કોંગ્રેસમાં ત્રીજી વખત શી જિનપિંગના રાજ્યાભિષેક વખતે મોટો ડ્રામા થયો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને પાર્ટી કોંગ્રેસમાંથી ‘બળજબરીથી’ હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં 79 વર્ષીય હુ જિન્તાઓને શી જિનપિંગની ડાબી બાજુએ બેઠેલા અને બેઈજિંગમાં ગ્રેટ હોલ ઓફ પીપલના મુખ્ય સભાગૃહના સ્ટેજ પરથી બે માણસો દ્વારા ખેંચી કાઢવામાં આવ્યા હતા. બંને જણા જિન્તાહુને ‘જબરદસ્તી’ ઉપાડતા પહેલા થોડીવાર વાત કરે છે અને પછી તેમને પકડીને બહાર લઈ જાય છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મામલો શું છે, પરંતુ વીડિયો સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચીનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું.

આ પણ વાંચો : વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ભારતના કર્યા વખાણ.. તો અમેરિકાને લઈને આપી ચેતવણી

Back to top button