કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયાની કાર મૃત ભેંસ સાથે અથડાઈ, કારને મોટુ નુકસાન પહોંચ્યું

Text To Speech

સુરેન્દ્રનગર, 16 જાન્યુઆરી 2024, ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારને લીંબડી પાસે અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કારમાં જઇ રહ્યા હતા આ દરમિયાન લીંબડી પાસે ભેંસ સાથે કાર અથડાઇ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધારાસભ્યને સામાન્ય ઈજા પહોંચી છે જયારે કારને મોટુ નુકસાન થયું છે.

મૃત ભેંસ સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો
પ્રાપ્ત જાણકારી મુજબ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા રાજકોટથી ગાંધીનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન લીંબડી પાસે મૃત ભેંસ સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડી પલટી ખાઈ જતા કારમાં સવાર ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડીયાને સામાન્ય ઇજા પહોંચી છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ગત સોમવારે સાવરકુંડલાના ધારાસભ્યની કારનો અકસ્માત થયો હતો
ગત સોમવારે સાવરકુંડલાના ધારાસભ્ય જે.વી.કાકડીયાની કારનો બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. ધારાસભ્ય જે.વી.કાકડીયાના કુટુંબીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ સાતથી આઠ કારના કાફલા સાથે ચલાલાથી ધારી નજીકના રીસોર્ટમા જવા નીકળ્યાં હતા. તેમની કાર પરબડી નજીક પહોંચી ત્યારે બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમા સાવરકુંડલાના કરજાળા ગામનો કિશન મુકેશભાઇ રાઠોડ નામનો યુવાન આ અકસ્માતમા ઘાયલ થયો હતો. ઘાયલ યુવકને પોતાની કારમા ડ્રાઇવર સાથે હોસ્પિટલે રવાના કર્યો હતો.

આ પણ વાંચોઃગુજરાતમાં ઈમરજન્સીના કેસોમાં વધારો, અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઈજા થવાના કેસ

Back to top button