નેપાળની રાજનીતિમાં ઉથલપાથલ, PM પ્રચંડ ફરીવાર બનાવશે નવી સરકાર
કાઠમંડુ (નેપાળ), 04 માર્ચ: ભારતમાં ચાલી રહેલી ઉથલપાથલની અસર પાડોશી રાજ્યને પણ થઈ છે. નેપાળના રાજકારણમાં પણ મોટી રમત રમાઈ છે. નેપાળના PM પ્રચંડે એક મોટું પગલું ભરતા જ ત્યાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નેપાળના પ્રધાનમંત્રી પ્રચંડ નેપાળી કોંગ્રેસમાંથી અલગ થઈ ગયા છે અને હવે તેઓ પૂર્વ પ્રધાનમંત્રી ઓલીની પાર્ટી સાથે મળીને નવી સરકાર બનાવશે. જો કે એવું કહેવાઈ રહ્યુ છે કે નેપાળમાં જે પ્રવર્તમાન પ્રચંડી સરકાર છે તે એટલી શક્તિશાળી નથી. ત્યાં PM પ્રચંડી નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધનની સરકાર ચલાવતા હતા જે ગમે તે સમયે તુટી શકે તેમ હતી.
કોની સાથે જોડાશે પીએમ પ્રચંડી
નેપાળમાં અત્યાર સુધી માઓવાદી સેન્ટર અને નેપાળી કોંગ્રેસની ગઠબંધન વાળી સરકાર રહી છે. નેશનલ એસેમ્બલીના ચેરમેન પર ઊઠેલા સવાલો પછી બંને પાર્ટીઓ વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. જેના લીધે આ બંને પાર્ટીઓના સાથે રહેવા પર પણ સવાલો ઉદ્દભવવા લાગ્યા હતા આ જ કારણ છે કે પીએમ પ્રચંડે નેપાળી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને નેપાળના પૂર્વ પીએમ કેપી શર્માની પાર્ટી સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે.
બંને પાર્ટીઓના અલગ થવાના બીજ ક્યાં રોપાયા
થોડા દિવસો પહેલાં નેપાળની સૌથી મોટા રાજકીય પક્ષમાંના એક એવા માઓવાદી સેંટરની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ માઓવાદી સેંટરે એવી ઘોષણા કરી કે તેઓ નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ પદ માટેની ચુંટણી લડશે ત્યારબાદ આ મામલો વધારે ગરમાયો હતો.
નેપાળી કોંગ્રેસના કયા પગલાને લીધે બગડી બાજી
નેપાળી કોંગ્રેસે હાલમાં જ એક મહાસમિતી નામથી એક બેઠક બોલાવી હતી. નેપાળી કોંગ્રેસ એ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. 19 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં એક માંગ એવી ઉઠી કે હવે આવનારી ચુંટણીમાં કોંગ્રેસે કોઈની પણ સાથે ગઠબંધન ન કરવું જોઈએ. નેપાળમાં વર્ષ 2026માં આગામી ચુંટણી યોજાનાર છે. નેપાળી કોંગ્રેસનો આ પ્રસ્તાવ માઓવાદી સેંટરને પસંદ ના આવતા તેમણે પોતાનું સર્મથન પાછું ખેંચ્યુ અને આ જ કારણ છે કે હવે નેપાળી કોંગ્રેસથી જુદા થઈને ઓલીની પાર્ટી સાથે મળીને પ્રચંડ નવી સરકાર બનાવશે.
આ પણ વાંચો: નેપાળમાં પણ શરૂ થશે UPI, બંને દેશની રાષ્ટ્રીય બેંક વચ્ચે થયા કરાર