ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ : અજિત પવારે શપથ સાથે NDAમાં જોડાણ કર્યું

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ થવાના અહેવાલો સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCPના નેતા અજીત પવારે પોતાના ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા હતા સાથે જ વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ રાજભવન પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપવાની ઓફર કરનાર અજિત પવારે આજે તેમના નિવાસસ્થાને સમર્થક ધારાસભ્યો સાથે બેઠક યોજી અને ત્યારબાદ 17 ધારાસભ્યો સાથે રાજભવન જવા રવાના થયા હતા.

Ajit Pawar sworn in as deputy chief minister of Maharashtra, see photos | અજિત પવારનો બળવો: નાયબ મુખ્યપ્રધાન પદ તરીકે લીધા શપથ, જુઓ તસવીરો

શરદ પવારના ભત્રીજા અને વિપક્ષના નેતા અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા છે. તેઓ તેમના કેટલાક સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને મંત્રી તરીકે શપથ લીધી તેમને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. અજિત પવારને 25થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે.એનસીપી નેતા અજિત પવારે બળવો કર્યો અને ઘણા ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાયા. અજિત પવારે રવિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં રાજભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા . આ દરમિયાન NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળે પણ મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે.

Vote India Sticker by Afternoon films

 

શપથ ગ્રહણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવનમાં હાજર હતા. ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે એનસીપીના અજિત પવાર અને તેમની સાથેના નેતાઓ આજે પીએમ મોદીના વિઝનને સમર્થન આપવા આવ્યા છે. આ સમીકરણ મહારાષ્ટ્રને મજબૂત કરવા બેઠું છે. આ સમીકરણ મહારાષ્ટ્રને આગળ લઈ જશે. મહારાષ્ટ્રના મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે રાષ્ટ્રવાદી પાર્ટીએ ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. આજે NCPના અનેક ધારાસભ્યો જોડાયા છે.

આ પણ વાંચો : આખરે તંત્ર જાગ્યુ: આરોગ્ય મંત્રીએ અમદાવાદમાં વરસાદના પાણીના નિકાલ માટે બેઠક બોલાવી

લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધીઓમાં મોટા ફેરફાર આવી પણ રહ્યા છે. રાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ થવા જઈ રહી છે. રવિવાર, 1 જુલાઈના રોજ, મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારના નિવાસસ્થાને પાર્ટીના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના બંને કાર્યકારી અધ્યક્ષો સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા. આ સાથે દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, દોલત દોરાડા સાથે અનેક નેતા પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ રાજભવન પહોંચ્યા હતા અને તેમની સાથે ભાજપના કેટલાક મંત્રીઓ પણ સામેલ હતા.

આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે પણ હાજર રહ્યા હતા. આ સાથે જ જો વાત કરવામાં આવે તો અઢી વર્ષમાં મહારાષ્ટ્રમાં ત્રીજી વખત રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે. સૌથી પહેલા દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારે શપથ લીધી અને સરકાર બનાવી હતી. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા, NCP અને કોંગ્રેસે સમર્થન કર્યું. ત્યાર બાદ એકનાથ શિંદેએ સરકાર બનાવી, ભાજપે સમર્થન કર્યું છે, ફડનવીસ ડેપ્યુટી CM બની ગયા. હવે આજે અજીત પવાર ફરી ભાજપ અને એકનાથ શિંદે જૂથ સાથે જોડાઈ ગયા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર LIVE: અજિત પવાર બન્યા મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી CM

Back to top button