ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICC ટેસ્ટ રેન્કિંગમાં ઉથલપાથલ : જો રૂટે ગુમાવ્યું પ્રથમ સ્થાન, જાણો કોણ આવ્યું

Text To Speech

એડીલેડ, 11 ડિસેમ્બર : આ વખતે ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. અત્યાર સુધી જો રૂટ બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર વન પર હતો, પરંતુ હવે લાંબા સમય બાદ તેને અહીંથી ખસવું પડ્યું છે. એટલે કે તેનું નંબર વનનું સ્થાન છીનવાઈ ગયું છે. જ્યારે ટ્રેવિસ હેડ, કામેન્દુ મેન્ડિસ, ટેમ્બા બાવુમાને આ વખતે મોટો ફાયદો થતો જણાય છે. આ વખતે ટોપ 10ની યાદીમાં ઘણા મોટા ફેરફારો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

હેરી બ્રુક ICCનો નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો છે

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો હેરી બ્રુક હવે નંબર વન બેટ્સમેન બની ગયો છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. અગાઉ તે બીજા સ્થાને હતો. હવે તેનું રેટિંગ વધીને 898 થઈ ગયું છે.

જો રૂટ એક સ્થાન ગુમાવીને હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેમ છતાં તેનું રેટિંગ હેરી બ્રુક કરતા માત્ર એક ઓછું છે. જો રૂટનું રેટિંગ હાલમાં 897 છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન 812 રેટિંગ સાથે ત્રીજા સ્થાને અને ભારતનો યશસ્વી જયસ્વાલ 811 રેટિંગ સાથે ચોથા સ્થાને યથાવત છે. તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી.

ટ્રેવિસ હેડને સદી ફટકારવાનો ફાયદો મળ્યો

દરમિયાન, ટ્રેવિસ હેડને ભારત સામેની બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારવાનો ફાયદો મળ્યો છે. તેણે એક સાથે 6 સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે 781 રેટિંગ સાથે પાંચમા નંબરે પહોંચવામાં સફળ રહ્યો છે.

શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 759ના રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાને પણ ત્રણ સ્થાનનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. તે હવે 753 રેટિંગ સાથે 7મા નંબરે પહોંચી ગયો છે.

રિષભ પંતને પણ નુકશાની વેઠવી પડી

જ્યારે ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 729ના રેટિંગ સાથે 8મા નંબરે પહોંચી ગયો છે. ભારતના ઋષભ પંતને પણ નુકશાની વેઠવી પડી છે. તે હવે 724 રેટિંગ સાથે 9મા નંબરે સરકી ગયો છે. તેઓ ત્રણ સ્થાન હારી ગયા છે. પાકિસ્તાનના સઈદ શકીલનું પણ રેટિંગ 724 છે, તેથી તે પણ પંત સાથે સંયુક્ત રીતે નવમા ક્રમે છે.

આ પણ વાંચો :- એડીલેડ ટેસ્ટમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્મા અંગે મોટો નિર્ણય લેવાયો, જૂઓ શું

Back to top button