ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસકર્મીની દીકરીને ઉપેન્દ્રસિંહ ચાવડાએ દત્તક લીધી, કહ્યું તમામ જવાબદારી મારી..
એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારની અડફેટે 9 લોકોના મોત થયા હતા.જેમાં સુરેન્દ્રનગરના પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ પરમારનું પણ મોત થયું હતું. જે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હતા. ઘરના મુખ્ય કમાનાર ધર્મેન્દ્રસિંહના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ પોલીસ જવાનની એક વર્ષની દીકરી પણ છે. જેને નાની ઉમરમાં જ પિતાની પિતાની છત્રછાયા ગુમાવી દીધી.
પોલીસ જવાનની દીકરીને વ્હારે આવ્યા ઉપેન્દ્રસિંહ ચાવડા
કાવ્યા નામની એક વર્ષની દીકરીને વ્હારે ધંધુકાના એક બિલ્ડર આવ્યા છે. જેને આ દીકરીની તમામ જવાબદારી લીધી છે.તેઓ ભણવાથી લઈને લગ્ન સુધીનો આજીવન ખર્ચ ઉપાડશે. સાથે જ લગ્ન સુધીનો આજીવન ખર્ચ પણ ઉપાડશે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતા એવા ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ ધર્મેન્દ્રસિંહની એક વર્ષની દીકરી કાવ્યાને દત્તક લેવાની જાહેરાત કરી છે.
આ દીકરી મોટી થઇને જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી અને ત્યારબાદ તેના લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉઠાવશે. દીકરી ધર્મેન્દ્રસિંહના પરિવાર સાથે જ રહેશે. પણ તેનો ખર્ચો ઉપેન્દ્રસિંહ ચાવડા આપશે.અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગુરુવારે મોડી રાત્રે થયેલા અકસ્માતના બનાવમાં 9 લોકોના મોત થયા હતા. જે ઘટના ભૂલી શકાય તેમ નથી.
ઉપેન્દ્રસિંહ ચાવડાની જો વાત કરવામાં આવે તો તેવો આસ્થા ફાઉન્ડેશનના નામથી સામાજિક સંસ્થા ચલાવે છે, જેના થાકી રક્તદાન કેમ્પ, સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન જેવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ નિઃસ્વાર્થ ભાવે કરતા રહે છે. દર વર્ષે 111 દીકરીઓના સમૂહ લગ્ન પણ કરાવે છે.
આ પણ વાંચો : breaking news: અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે 5 અન્ડરપાસ બંધ કરાવ્યા