મહિલા શિક્ષિકાનું શરમજનક કૃત્ય, મુસ્લિમ બાળકને વર્ગના અન્ય બાળકો દ્વારા માર ખવડાવ્યો, રાજકારણ ગરમાયું
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળામાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મુસ્લિમ બાળકને માર મારવાનો મામલો ભારે ગરમાયો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્કૂલમાં શિક્ષિકા વર્ગખંડની અંદર જ હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ બાળકને મારવા માટે પ્રોત્સાહિત કરતી જોવા મળી રહી છે.
મુસ્લિમ છોકરા સાથે મારપીટનો મામલે રાજકારણ ગરમાયું
આ મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી તરફ આ મુદ્દે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. તેને સાંપ્રદાયિક એંગલ આપવામાં આવી રહ્યો છે. હવે આ અંગે જુદા જુદા નિવેદનો આવવા લાગ્યા છે.પીડિત બાળકોના પિતાએ આ મામલાને સાંપ્રદાયિક એંગલ ન આપવાનું કહ્યું છે.
વિદ્યાર્થી હોમવર્ક કર્યા વગર આવતા માર મારવામાં આવ્યો
સાથે જ આરોપી શિક્ષક તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં સાંપ્રદાયિક એંગલ શોધવો યોગ્ય નથી.તેમણે કહ્યું કે અમારી શાળામાં ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.તેણે કહ્યું કે તે દિવસે વિદ્યાર્થી હોમવર્ક કર્યા વગર આવ્યો હતો આ માટે તેને સજા કરવામાં આવી હતી. હવે તેને અલગ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. હવે આ મામલામાં આરોપી શિક્ષક વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ
વાયરલ વીડિયોમાં ખુરશી પર બેસીને વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી પાસે માર મારવા માટે પ્રોત્સાહિત કરનાર શિક્ષિકા નેહા પબ્લિક સ્કૂલની પ્રિન્સિપાલ તૃપ્તા ત્યાગી હોવાનું સામે આવ્યું છે. પ્રિન્સિપાલનો આરોપ છે કે વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમારે ત્યાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાથી રહે છે. અમારી શાળામાં ઘણા વિદ્યાર્થીઓ મુસ્લિમ છે. ઘટના અંગે તેણે જણાવ્યું કે તે દિવસે બાળક તેનું હોમવર્ક લઈને આવ્યું ન હતું. બાળકના પરિવારજનો તરફથી આ અંગે કડક બનવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે કડકાઈ કરવામાં આવી હતી.
यह वीडिओ उत्तर प्रदेश का है। टीचर एक मुसलमान बच्चे को क्लास के बाक़ी बच्चों से पिटवा रही है और इस पर फ़क़्र भी कर रही है।बच्चे के पिता ने उसे स्कूल से निकाल दिया और लिखित में दे दिया की वो कोई कारवाही नहीं करवायेंगे।pic.twitter.com/kKMkGPXl7x
— Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2023
શિક્ષિકાએ કર્યો બચાવ
શિક્ષકે કહ્યું કે હું વિકલાંગ છું, તેથી મેં તેને મારવા માટે અન્ય 2-3 વિદ્યાર્થીઓ બોલાવ્યા હતા. આ સજાનો હેતુ તેને તેનું હોમવર્ક કરાવવાનો હતો, કારણ કે પરીક્ષા આવવાની છે. તે 2 મહિનાથી હોમવર્ક કર્યા વગર આવ્યો હતો મેં વાયરલ વીડિયોમાં કહ્યું હતું કે પરીક્ષા નજીક હોવાથી એક મુસ્લિમ માતાએ તેના બાળકોને તેમના મામાના ઘરે લઈ જવા જોઈએ નહીં. પરંતુ, તેઓએ આ વિડિયો કાપીને મુહમ્મદ શબ્દ છોડી દીધો. આરોપી શિક્ષકે કહ્યું કે મારો એવો કોઈ ઈરાદો નહોતો.
વિદ્યાર્થીના પિતાએ પણ ધાર્મિક એંગલ ન આપવાનું કહ્યું
પીડિતાના પિતાએ પોતાના પુત્રને શાળામાં માર મારવાના મામલે અલગ વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે આ મામલાને ધાર્મિક એંગલ આપવો યોગ્ય નથી. અમારા ગામમાં દરેક વ્યક્તિ ભાઈચારાની સાથે રહે છે. આવી સ્થિતિમાં આવી બાબતો યોગ્ય નથી. જો કે, તેણે કહ્યું કે શિક્ષક દ્વારા બાળક પર આ રીતે ટોર્ચર કરવું કેટલી હદે યોગ્ય છે? તેમણે કહ્યું કે અમે બાળકના શિક્ષણ માટે કડક બનવા કહ્યું હતું. શિક્ષકે બાળકને માર માર્યો. અમે ફરિયાદ કરી તો અમને સ્કૂલમાં કહેવામાં આવ્યું કે, અહીંનો નિયમ છે. આ કેવો બાળ શોષણનો નિયમ છે. તેમણે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
➡️थानाक्षेत्र मंसूरपुर के ग्राम खुब्बापुर के स्कूल में अध्यापिका द्वारा एक छात्र की कक्षा के अन्य छात्रों से पिटाई कराने तथा धार्मिक टिप्पणी करने के सम्बन्ध में पुलिस अधीक्षक नगर श्री सत्यनारायण प्रजापत महोदय द्वारा दी गई बाईटः- pic.twitter.com/HuqOTLm0hb
— MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) August 25, 2023
શિક્ષિકા સામે મન્સૂરપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ
આ મામલે મુઝફ્ફરનગર જિલ્લાના મન્સૂરપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. મુઝફ્ફરનગર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ખુબ્બાપુર ગામમાં સ્થિત શાળાના શિક્ષકની ઘટનાના સંબંધમાં પીડિત વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર માર્યો હતો અને એક વિદ્યાર્થી સામે વાંધાજનક ટિપ્પણી કરી હતી. વિદ્યાર્થીના પરિવારજનોની ફરિયાદના આધારે મંસૂરપુર પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. નિવેદન અનુસાર સ્થાનિક પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પોલીસે નિવેદનમાં સ્પષ્ટ કર્યું નથી કે શિક્ષક વિરુદ્ધ કઈ કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.
मासूम बच्चों के मन में भेदभाव का ज़हर घोलना, स्कूल जैसे पवित्र स्थान को नफ़रत का बाज़ार बनाना – एक शिक्षक देश के लिए इससे बुरा कुछ नहीं कर सकता।
ये भाजपा का फैलाया वही केरोसिन है जिसने भारत के कोने-कोने में आग लगा रखी है।
बच्चे भारत का भविष्य हैं – उनको नफ़रत नहीं, हम सबको मिल…
— Rahul Gandhi (@RahulGandhi) August 25, 2023
રાહુલ ગાંધીએ આ મામલે આપી પ્રતિક્રિયા
મુઝફ્ફરનગરના વાયરલ વીડિયો પર રાહુલ ગાંધીએ કહ્યું કે “આપણે બાળકોને નફરત નહીં, પ્રેમ શીખવવાનો છે.‘નિર્દોષ બાળકોના મનમાં ભેદભાવનું ઝેર ઓગળવું, શાળા જેવા પવિત્ર સ્થળને નફરતના બજારમાં ફેરવવું – દેશ માટે શિક્ષક આનાથી ખરાબ કંઈ કરી શકે નહીં.’વધુમાં તેમણે કહ્યું કે ‘આ એ જ કેરોસીન છે જે ભાજપ દ્વારા ફેલાવવામાં આવ્યું છે જેણે ભારતના દરેક ખૂણે આગ લગાડી દીધી છે.
આ પણ વાંચો : અમદાવાદ ફાયર વિભાગના 8 અધિકારીઓને શો – કોઝ નોટિસ ફટકારાઈ, ફાયરની બોગસ ડિગ્રી મેળવવાનો આરોપ