UP: પોલીસ ભરતી પરીક્ષા પાસ કરવા માટે રૂ. 10 લાખનો કોન્ટ્રાક્ટ, 2ની ધરપકડ
- આરોપી પાસેથી એવી માહિતી મળી કે અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા
ઉત્તર પ્રદેશ, 17 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશમાં આજથી શરૂ થયેલી પોલીસની ભરતીની પરીક્ષાને પાસ કરાવવા માટેના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં આરોપીઓ દ્વારા પોલીસની ભરતીની પરીક્ષાને પાસ કરાવવા માટે રૂ.10 લાખમાં કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો. STFએ આ બે આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી એવી માહિતી મળી હતી કે તે જાણીને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
STF અને હરિપર્વત પોલીસે બે ઠગની ધરપકડ કરી હતી જેમણે આગરામાં પોલીસ ભરતી પરીક્ષા પાસ કરવાનો કોન્ટ્રાક્ટ 10-10 લાખ રૂપિયામાં લીધો હતો. આરોપીનું કોઈ સેટિંગ નથી. ઉમેદવારોનો સંપર્ક કરીને તેમને છેતરતા હતા. આરોપીઓ 25થી 50 હજાર રૂપિયા એડવાન્સ લીધા બાદ અસલ દસ્તાવેજો અને ચેક પોતાની પાસે રાખી લેતા હતા. તેઓ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો પાસેથી પૈસા વસૂલતા હતા. જ્યારે નિષ્ફળ ગયેલા લોકોના પૈસા પરત કરતાં નહીં.
પોલીસ ભરતીની પરીક્ષાનું બે શિફ્ટમાં આયોજન
પોલીસ ભરતીની પરીક્ષા શનિવારે અને રવિવાર એમ બે શિફ્ટમાં લેવાશે. શુક્રવારે રાતથી જ ઉમેદવારો આવવા લાગ્યા હતા. પરીક્ષાને લઈને સોલ્વર ગેંગ અને દલાલો પણ સક્રિય થઈ ગયા છે. STFને માહિતી મળી હતી કે, કેટલાક લોકો ઉમેદવારોને પાસ કરાવવાનું વચન આપીને છેતરવામાં સક્રિય થયાં છે. જેથી ટીમ તેની તપાસમાં લાગી ગઈ હતી. STFના ઈન્સ્પેક્ટર યતેન્દ્ર શર્મા અને હરિપર્વતના પ્રભારી નિરીક્ષક આલોક સિંહે જાળ બિછાવી હતી. જેમાં તેમણે ઉમેદવાર બનીને બધાનો સંપર્ક કર્યો અને 2 ઠગને ઝડપી પાડયા.
ડીસીપી સિટી સૂરજરાયે જણાવ્યું કે, ઉદ્યોગ નગર, ભરતપુરના રહેવાસી કરતારસિંહ અને અલીગઢના ઇગલાસ સ્થિત નાગલા પરાટાના રહેવાસી ટિંકુની ધરપકડ કરવામાં આવી છે. કરતારસિંહ ઉમેદવારોનો સંપર્ક કરતો હતો. જણાવતો હતો કે તે ભરતી બોર્ડની પરીક્ષા સેટિંગ કરવીને પાસ કરવી આપશે. આ માટે તે 10-10 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જેઓ તૈયાર હોય તેમની પાસેથી રકમ ભરીને તેમની સહીઓ કરાવ્યા બાદ તેમની પાસેથી ચેક લેવામાં આવતો હતો.
50 હજાર સુધી એડવાન્સ લેવામાં આવતું હતું
25થી 50 હજાર એડવાન્સમાં લે છે. આ સાથે તેઓ અસલ શૈક્ષણિક પ્રમાણપત્ર પણ પોતાની પાસે રાખી લેતા હતા. તેની કોઈ ઓળખાણ આપતા ન હતા. તેઓ આવી રીતે પાસ થનાર ઉમેદવારો પાસેથી પૈસા લેતા હતા તેમજ અગાઉથી લીધેલી રકમ પરત કરતા નથી. જો ઉમેદવાર પાસ થયા પછી રકમ ચૂકવે નહીં, તો તેઓ તેને તેના દસ્તાવેજો આપતા નહીં. આરોપીઓ પાસેથી કાર, 47 હજાર રૂપિયા, 15 માર્કશીટ અને 6 એડમિટ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ જુઓ: બેંક ખાતા ફ્રીઝ કરવા મુદ્દે કોંગ્રેસનો વિરોધઃ શક્તિસિંહની અટકાયત થતા પોલીસ સાથે ઘર્ષણ