ટ્રેન્ડિંગનેશનલ

UP: પ્રતાપગઢના સીઓ જિયા ઉલ હક હત્યાકાંડમાં સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો

Text To Speech

પ્રતાપગઢ, તા. 9 ઓક્ટોબરઃ પ્રતાપગઢના સીઓ જિયા ઉલ હક હત્યાકાંડમાં સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હત્યાકાંડમાં સામેલ તમામ 10 દોષીતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ઉપરાંત તામ પર 19,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની અડધી રકમ તેમના પત્ની પરવીન આઝાદને આપવામાં આવશે.

સજા ફરમાવવામાં આવેલા આરોપીઓના નામ

  • ફૂલચંદ યાદવ
  • પવન યાદવ
  • મંજીત યાદવ
  • ઘનશ્યામ સરોજ
  • રામ લખન ગૌતમ
  • છોટેલાલ યાદવ
  • રામ ઓસરે
  • પન્નાલાલ પટેલ
  • શિવરામ પાસી
  • જગતબહાદુર પટેલ ઉર્ફે બલ્લુ પટેલ

શું છે મામલો

2 માર્ચ, 2013ના રોજ સાંજે 7.30 કલાકે જમીન વિવાદના કારણે કુંડાના બલીપુર ગામના સરપંચ નાના યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સરપંચ હથિયારોથી સજ્જ થઈને બલીપુર પહોંચ્યા હતા અને કામતા પાલના ઘરને આગ લગાવી દીધી હતી. ઘટનાની જાણકર મળતા સીઓ કુંડા ઝિયા ઉલ હક, મનોજ કુમાર શુક્લા, કુંડા એસઓ સર્વેશ મિશ્રા પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. ભીડે પોલીસને ચારેબાજુથી ઘેરી લીધી હતી. આ દરમિયાન પોલીસ અને જમા થયેલા લોકોને ઘર્ષણ થયું અને ગોળીબારમાં સરપંચના ભાઈનું મૃત્યુ થયું. જેનાથી રોષે ભરાયેલા લોકોએ જિયા ઉલ હકને બેરહેમીથી ફટકાર્યા હતા અને ગોળી મારતાં મોત થયું હતું.

આ પણ વાંચોઃ કેજરીવાલે ખાલી કરેલો બંગલો PWD દ્વારા સીલ કરવામાં આવ્યો, જાણો વિગત

Back to top button