ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોનભદ્રમાં ખનન દરમિયાન અકસ્માતઃ અનેક મજૂર કાટમાળમાં ફસાયાની આશંકા

ઉત્તર પ્રદેશ: 15 નવેમ્બર, 2025: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઓબરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બિલ્લી વિસ્તારમાં પથ્થરના ખનન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. માહિતી અનુસાર, ખનન દરમિયાન દીવાલ તૂટી પડવાના કારણે કેટલાક મજૂરો અને એક કમ્પ્રેસર ઑપરેટર કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. પથ્થરની ખનનનો ભારે કાટમાળ પડતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

રેસ્ક્યુ ઓપરેશન શરૂ

દુર્ઘટનાની જાણ થતાં જ SDM અને સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત તથા બચાવ કાર્યમાં શરૂ કરી દેવાયું છે. પરિસ્થિતિ ગંભીર બનેલી છે.

જિલ્લાધિકારીનું નિવેદન

સોનભદ્રના જિલ્લાધિકારી (DM) એ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે, “પિછડા માઇન્સ વિસ્તારમાં દીવાલ જેવી સંરચના તૂટી પડવાની સૂચના મળી છે, જેના કારણે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ અધિક્ષક (SP) પણ સ્થળ પર હાજર છે અને તમામ એજન્સીઓ મળીને રેસ્ક્યુ ઑપરેશન ચલાવી રહી છે. ક NDRF અને SDRF (રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ રાહત દળ)ની ટીમ પણ મિર્ઝાપુરથી રવાના થઈ ચૂકી છે.

મૃત્યુની પુષ્ટિ નથી

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કોઈ પણ મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વહીવટી તંત્ર હવે એ તપાસમાં લાગ્યું છે કે ખનન દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. ઘટના કેવી રીતે બની તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મોસ્કોનો શોકિંગ વીડિયો : અલી શેર ખાને રશિયન મહિલા પર હુમલો કર્યો, પછી 7મા માળેથી પડ્યો!

આ પણ વાંચોઃ ‘સ્નાન દરમિયાન પાણી નાકમાં ન જાય…’ મગજના તાવથી બચવા સરકારે જાહેર કરી એડવાઇઝરી

 

Back to top button