UP: સૈફઈ મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીની હત્યાથી ચકચાર, 1000 વિદ્યાર્થીઓ ધરણાં પર
- વિદ્યાર્થિનીની હત્યા કરીને આરોપીઓએ મૃતદેહ રોડ કિનારે ફેંકી દીધો, ગેંગરેપની આશંકા
સૈફઈ, 15 માર્ચ: ઉત્તર પ્રદેશના ઈટાવાના સૈફઈમાં મેડિકલ વિદ્યાર્થિનીની હત્યાને લઈને હોબાળો થયો હતો. મોડી રાત્રે વિદ્યાર્થીની લાશ રોડ કિનારેથી મળી આવી હતી. તેનું શરીર લોહીથી લથબથ જોવા મળ્યું હતું તેમજ ગેંગરેપની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જ્યારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીની હત્યાના સમાચાર મળ્યા તો તેઓએ હંગામો મચાવ્યો. મેડિકલ કોલેજમાં સેંકડો વિદ્યાર્થીઓ હડતાળ પર બેસી ગયા અને ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ ગઈ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ANM વિદ્યાર્થીનીની લોહીથી લથપથ લાશ મળી આવતાં ખળભળાટ મચી ગઈ હતી. આ મામલે જ્યાં વિદ્યાર્થીઓએ ટ્રોમા સેન્ટરનો ઘેરાવ કર્યો અને ઉગ્ર વિરોધ કર્યો ત્યાં હવે સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે X (ટ્વીટર) પર લખ્યું છે કે, સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યમાં ભાજપના શાસન દરમિયાન અપરાધ સામે શૂન્ય સહિષ્ણુતાની જાહેર કરાયેલી નીતિ શૂન્ય બની ગઈ હોય તેનું આ બીજું ખૂબ જ દુઃખદ ઉદાહરણ છે.
सैफई यूनिवर्सिटी में संदिग्ध परिस्थितियों में हुई छात्रा की मौत अत्यंत गंभीर विषय है।
ये है उप्र में भाजपा के समय अपराध के ख़िलाफ़ ज़ीरो टॉलरेंस की घोषित नीति के ज़ीरो हो जाने का एक और बेहद दुखद उदाहरण।
इस कथित हत्या की न्यायिक जाँच हो, जिससे बीएचयू और सैफई विवि जैसी घटनाओं… pic.twitter.com/GUDDpnBClw
— Akhilesh Yadav (@yadavakhilesh) March 14, 2024
અખિલેશ યાદવે આગળ લખ્યું કે, આ કથિત હત્યાની ન્યાયિક તપાસ થવી જોઈએ, જેથી BHU અને સૈફઈ યુનિવર્સિટી જેવી ઘટનાઓમાં સામેલ લોકોનું સત્ય બહાર આવી શકે અને સરકાર ઈચ્છે તો પણ તેમને બચાવી ન શકે. ભાજપ સરકાર ન તો મહિલાઓની ઈજ્જત બચાવી શકી છે અને ન તો તેમનો જીવ.
इटावा में सैफई यूनिवर्सिटी की 1st ईयर की छात्रा की हत्या से सनसनी
▶️हत्या कर शव फेंके जाने की आशंका
▶️इटावा सैफई के बीच हाईवे पर फैंककर आरोपी फरार
▶️औरैया जनपद के कुदरकोट की रहने वाली थी प्रिया छात्रा
थाना वैदपुरा इलाके का मामला#Etawah pic.twitter.com/iFjIyZuybI— MSS NEWS 24X7 (@mssnews24x7) March 14, 2024
જાણો શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોનાઈ પુલ નજીકથી મેડિકલ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિનીએ 2023માં મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું અને તે પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી. મળતી માહિતી મુજબ, 20 વર્ષીય મૃતક ઔરૈયાના કુદરકોટની રહેવાસી હતી. જે સૈફઈ યુનિવર્સિટી હોસ્ટેલમાં અભ્યાસ માટે રહેતી હતી. હાલ પોલીસે તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Etawah
सैफई मेडिकल यूनिवर्सिटी की मेडिकल छात्रा का शव हुआ बरामद
छात्रा का शव वैदपुरा इलाके में सोनई पुल के पास हुआ है बरामद
हत्या कर शव फेंकने की जताई जा रही है आशंका
पुलिस पूरे मामले की जांच पड़ताल में जुटी@dgpup @igrangekanpur @CMOfficeUP pic.twitter.com/qZ4x52x0Re
— CR Kuldeep kumar🇮🇳 (@Kuldeep3171) March 14, 2024
વિદ્યાર્થિનીના મૃતદેહની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ મેડિકલ યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓને પણ આ વાતની જાણ થતાં હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો અને હડતાળ પર બેસી ગયા છે. અધિકારીઓ વિદ્યાર્થીઓને સમજાવતા રહ્યા પરંતુ ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓ વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવાની માંગ પર અડગ રહ્યા. મોડી રાત સુધી ભારે હોબાળો થયો હતો.
આ મામલામાં ઇટાવાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંજય કુમારે જણાવ્યું કે, વિદ્યાર્થિની લાશ રોડના કિનારે મળી આવી હતી. તેણીની ઉંમર લગભગ 20 વર્ષની છે. હોસ્ટેલમાં રહેતી તેની મિત્રએ જણાવ્યું છે કે, તેણીએ તેનો મોબાઈલ તેને આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે, વિદ્યાર્થિનીને કારમાંથી ફેંકવામાં આવી છે. લવ અફેરનો એંગલ પણ સામે આવી રહ્યો છે. હાલ તપાસ ચાલુ છે. સર્વેલન્સ અને SOGની ટીમો કામે લાગી છે. આ કેસની વધુ માહિતી ટૂંક સમયમાં બહાર આવશે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીનીના ગળા પાસે ઈજાના નિશાન છે. બંદૂકની ગોળી અને સોફ્ટ ઈજા થવાની પણ શક્યતા છે. વિદ્યાર્થિનીનો મૃતદેહ સંપૂર્ણ કપડા પહેરેલો હતો. આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ પણ જુઓ: કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પા વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ, POCSO હેઠળ FIR દાખલ