ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UP પોલીસ ભરતી પેપર લીકના માસ્ટરમાઇન્ડ રવિ અત્રીની ધરપકડ, લાખોમાં વેચ્યા પેપર

Text To Speech
  • STF દ્વારા આરોપી પાસેથી ત્રણ પ્રશ્નપત્રો, મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ અને મેટ્રોનો પાસ જપ્ત 

ઉત્તર પ્રદેશ, 10 એપ્રિલ: ઉત્તર પ્રદેશ પોલીસ પેપર લીક કેસમાં STFની કાર્યવાહી ચાલુ છે. UP STFએ હવે વધુ એક મુખ્ય કાવતરાખોર અને માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. જેનું નામ રવિ અત્રી છે. તે ગૌતમ બુદ્ધ નગર પોલીસ સ્ટેશન જેવર વિસ્તારમાંથી પકડાયો છે. રવિએ જ ટ્રાન્સપોર્ટ કંપની TCIની અંદર રાખેલા પ્રશ્નપત્રોનું ટ્રંક બોક્સ ખોલ્યું અને કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષાનું પેપર બહાર કાઢ્યું હતુ. યુપી એસટીએફએ રવિ અત્રી પાસેથી ત્રણ પ્રશ્નપત્રો, એક મોબાઈલ ફોન, એક પેન ડ્રાઈવ અને મેટ્રોનો પાસ રીકવર કર્યા છે. અગાઉ STFએ રાજીવ નયન મિશ્રાની પણ ધરપકડ કરી હતી. રાજીવ આ કેસમાં સૌથી મહત્ત્વનું પાત્ર છે.

 

અન્ય મુખ્ય આરોપીએ પૂછપરછ દરમિયાન કર્યા મોટા ખુલાસા!

રાજીવ નયને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેની સાથે 9 લોકો છે, જેઓ વિવિધ પરીક્ષાઓમાં પેપર લીક કરે છે. એકલા રાજીવ સાથે 200થી વધુ લોકો જોડાયેલા છે. પેપર લીક થયા બાદ તેઓ તેને ઉમેદવારોને મોકલે છે. STF આરોપીઓની પણ તપાસ કરી રહી છે. હાલ STFએ આરોપી રાજીવ નયનને રિમાન્ડ પર લીધો છે.

મળતી માહિતી મુજબ, કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરી હતી અને સમગ્ર મામલાની તપાસ યુપી એસટીએફને સોંપવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ઘણી ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી રાજીવ નયન મિશ્રા બાદ હવે બીજો માસ્ટરમાઇન્ડ રવિ અત્રી પણ ઝડપાઈ ગયો છે. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા અનુસાર, રવિ અત્રીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે તે 12મું પાસ કરીને મેડિકલની તૈયારી માટે કોટા ગયો હતો ત્યારે તે પેપર લીક કરનારા માફિયાના સંપર્કમાં આવ્યો હતો. તે જેલમાં પણ ગયો છે.

આ પણ જુઓ: પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટે રામદેવ-બાલકૃષ્ણની માફી નકારી, કહ્યું- ‘અમે બધું સમજીએ છીએ’

Back to top button