સગીર પુત્રને વાહન ચલાવવા આપતા પહેલા વાંચી લો આ સમાચાર


લખનઉ, તા. 26 ફેબ્રુઆરી, 2025ઃ ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં એક પિતાને તેના સગીર પુત્રને હેલ્મેટ, લાઈસન્સ, પીયુસી વગર વાહન ચલાવવા આપવું મોંઘુ પડ્યું હતું. એઆરટીઓ દ્વારા 43 હજાર રૂપિયાનું ચલણ ફાડવામાં આવ્યું હતું.
ARTO બાઇક માલિક સામે કેસ નોંધવા માટે દિબિયાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પરંતુ હજુ સુધી કેસ દાખલ થયો નથી. બાઇકનો માલિક કાનપુર દેહાતના સિકંદરાનો રહેવાસી છે.તેણે કહ્યું. હું બે દિવસ પહેલા મારા સાસરિયામાં આવ્યો હતો. સાસરિયાઓ તરફથી દહેજ તરીકે બાઇક મળી હતી.
20 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 9:30 વાગ્યે, ઇટાવા જિલ્લાના ઉસરાહર પોલીસ સ્ટેશનના સરસિનવર માર્ગ પર રુદ્રપુર ક્રોસિંગ પાસે, બાઇક પર સવાર પાંચ કિશોરો સામેથી આવતા વાહન સાથે અથડાયા હતા, જેમાં ચાર કિશોરોના મોત થયા હતા. આ ઘટના બાદ, ARTO એ આવા કિશોરો જે બાઇક ચલાવતા હતા તેમની સામે ઝુંબેશ શરૂ કરી છે.
25 ફેબ્રુઆરીના રોજ બપોરે, ARTO સુધેશ તિવારી ફાફુંડા રોડ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન, એક કિશોર ખોટી રીતે બાઇક ચલાવતો જોવા મળ્યો હતો. તેણે બાઇક સવારનો પીછો કર્યો અને તેનો ફોટો પાડીને તપાસ કરી. તપાસ દરમિયાન, બાઇકનો વીમો 8 નવેમ્બર, 2021 ના રોજ સમાપ્ત થઈ ગયો હતો અને પીયુસી પણ 5 મે, 2021 ના રોજ સમાપ્ત થઈ ગયું હતું. હેલ્મેટ વગર ઉપરાંત વિવિધ પુરાવા વગર બાઇક ચલાવવા બદલ 43 હજાર રૂપિયાનું ચલણ ફાડવામાં આવ્યું હતું.
જો તમે પણ સગીર સંતાનને વાહન ચલાવવા આપતા હો તો ચેતી જાજો, નહીંતર તમારે પણ દંડ ભરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ VIDEO: બોર્ડના પરીક્ષાર્થીઓને શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ શુભકામના પાઠવી, કહી આ વાત