UP: પેટ દર્દથી પરેશાન મહિલા પહોંચી હોસ્પિટલ, ઓપરેશન કરનારા ડૉક્ટરો પણ ચોંકી ગયા
બરેલી, તા. 6 ઓક્ટોબરઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મહિલાના પેટની સર્જરી દરમિયાન વાળનો ગુચ્છો નીકળ્યો હતો. 2 કિલો વજનના વાળના ગુચ્છાને જોઈ ઓપરેશન કરનારા ડૉકોટરો પણ ચોંકી ઉઠ્યા હતા. ડોકટરોએ મહિલાને થયેલી અસાધારણ બીમારી અંગે જાણકારી આપી હતી.
16 વર્ષની વયથી જ વાળ ખાતી હતી
મહિલાની ઉંમર 31 વર્ષ છે અને 16 વર્ષની વયથી જ વાળ ખાતી હતી. જેના કારણે તેના પેટમાં વાળનો ગુચ્છો જમા થઈ ગયો અને દર્દ થવા લાગ્યું. યુવતિ લાંબા સમયથી પેટ દર્દથી પરેશાન હતી અને સારવાર પણ કરાવતી હતી. પરંતુ તેમ છતાં પેટ દર્દ ઓછું થતું નહોતું. જેના કારણે તે બરેલી જિલ્લા હોસ્પિટલમાં ડૉક્ટરને બતાવવા આવી હતી. મેડિકલ ટેસ્ટ બાદ મહિલાના પેટમાં વાળનો ગુચ્છો જોવા મળ્યો હતો. જે બાદ તબીબોની ટીમે સર્જરી કરીને પેટમાંથી બે કિલો વાળનો ગુચ્છો કાઢ્યો હતો.
આ બીમારીને શું કહેવાય છે
ડૉક્ટરો મુજબ મહિલાને ટ્રાઇફો ફોટોમેનિયા નામની બીમારી છે. જેમાં વ્યક્તિ વારંવાર કઈંને કઈં ખાતો, ચૂસતો કે ચવાતો રહે છે. આ એક ગંભીર સ્થિતિ છે. જે કુપોષણ, પાચન તંત્રમાં રૂકાવટ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ક્યારેક મૃત્યુનું કારણ પણ બની શકે છે. હાલ મહિલાને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને આગળ જતાં વાળ નહીં ખાવાની સલાહ પણ આપી છે.
પહેલાં પણ સામે આવ્યો હતો આવો કિસ્સો
થોડા મહિના પહેલા આ પ્રકારનો એક મામલો ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી પણ સામે આવ્યો હતો. ડૉક્ટરોએ મહિલાના પેટની સર્જરી કરીને અઢી કિલો વાળ નીકાળ્યા હતા. મહિલાએ ડૉક્ટરોને જણાવ્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન તેને વાળ ખાવાની લત લાગી હઈ હતી. તેની હાલત બગડતાં સર્જરી કરવી પડી હતી. ડૉક્ટરોએ જણાવ્યું કે, આશરે 45 મિનિટ સુધી ચાલેલા ઓપરેશન બાદ મહિલાના પેટમાંથી અઢી કિલો વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પ્રેમી-પ્રેમિકા માણતા હતા શરીર સુખ, બનાવી લીધે વીડિયો ને પછી…