બાળકના માતા-પિતાની પસંદગીની શાળામાં પ્રવેશ અપાવે યુપી સરકાર : સુપ્રીમ કોર્ટ
- મુઝફ્ફરનગરમાં આ ઘટનાને લઈને ઘણો વિવાદ થયો હતો
- આ મામલે હિંદુ-મુસ્લિમ એંગલની પણ ચર્ચા થઈ હતી
મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક શાળામાં એક બાળકને અન્ય બાળક દ્વારા થપ્પડ મારવાના કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારને માતાપિતાની પસંદગીની શાળામાં બાળકને પ્રવેશ અપાવવા માટે કહ્યું હતું. આ મામલે હવે આગામી સુનાવણી શુક્રવારે થશે. મુઝફ્ફરનગરમાં એક મુસ્લિમ વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા થપ્પડ મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેણે ભારે હોબાળો મચાવ્યો હતો.
થપ્પડ મારવાની ઘટનાની યોગ્ય તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. શહેરની એક ખાનગી શાળામાં એક મહિલા શિક્ષકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે વિદ્યાર્થીઓને મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહેતા જોઈ શકાય છે. આ ઘટના ઓગસ્ટ મહિનામાં બની હતી. આ વીડિયો બાદ ભારે હોબાળો થયો હતો. જો કે આરોપી શિક્ષકે એવું કહ્યું હતું કે તેનો એવો કોઈ ઈરાદો નહોતો. આ બાબતને હિંદુ-મુસ્લિમ એંગલ સાથે પણ જોડવામાં આવી હતી.
આ પણ વાંચો, કેરળ બ્લાસ્ટ કેસ : કોર્ટે આરોપી માર્ટિનને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો